________________
૨૧
અશુચિ છે. જુદું છતાં એકમેક થઈ ભળી જવું, છતાં જુદું રહેવું. આમ સિદ્ધ આત્માનું જેટલા ક્ષેત્રપ્રમાણ વ્યાપકપણે તે તેની અવગાહના કહી છે. (પૃ. ૬૬૮). જે દેહે આત્મા સંપૂર્ણ સિદ્ધ થાય તે દેહપ્રમાણથી કિંચિત્ ન્યૂન જે ક્ષેત્રપ્રમાણ ઘન થાય તે અવગાહના જીવો જુદા જુદા સિદ્ધ થયા. તે એક ક્ષેત્રે સ્થિત છતાં પ્રત્યેક જુદા જુદા છે. નિજ ક્ષેત્રઘનપ્રમાણ
અવગાહનાએ છે. (પૃ. ૬૬૭) અવિરોધ I અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે; અને એ સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે. (પૃ. ૬૪૧) T બે વર્ષ કદાપિ સમાગમ ન કરવો એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ સઉપાય
ન હોય તો તેમ કરશો, (પૃ. ૬૪૨). T બાહ્ય વિષયોથી મુક્ત થઇ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો
જાય; નિર્મળ થાય. (પૃ. ૭૬૫) [ સંબંધિત શિર્ષક : વિરોધ [ અવ્યાબાધ
આત્મજ્ઞાન હોવાથી પૂર્વોપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી; તે તેની સ્થિતિએ નાશ પામે. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી, અવ્યાબાધપણાને આવરણરૂપ છે; અથવા ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાધપણું પ્રગટતું નથી; પણ સંપૂર્ણજ્ઞાન સાથે તેને વિરોધ નથી. સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાબાધ છે એવો નિજરૂપ અનુભવ વર્તે છે, તથાપિ સંબંધપણે જોતાં તેનું અવ્યાબાધપણું વેદનીય કર્મથી અમુક ભાવે રોકાયેલ છે. જોકે તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી અવ્યાબાધ ગુણને પણ માત્ર સંબંધ આવરણ છે, સાક્ષાત્ આવરણ નથી. વેદના વેદતાં જીવને કંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે; પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધરૂપ છે; તેને વેદતાં જ્ઞાનીને અવિષમપણું છે; એટલે જીવ ને કાયા જુદાં છે, એવો જે જ્ઞાનયોગ તે જ્ઞાની પુરુષનો અબાધ જ રહે છે. માત્ર વિષમભાવરહિતપણું છે, એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાધ છે. વિષમભાવ છે તે જ્ઞાનને બાધકારક
છે. (પૃ. ૪૧૦) [ અલ્પ કાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી નિવર્તવું જ
ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પરપરિચયથી શીઘપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. (પૃ. ૪૨૧-૨). અશુચિ T જિજ્ઞાસુ મને જૈનમુનિઓના આચારની વાત બહુ રુચી છે. એના જેવો કોઈ દર્શનના સંતોમાં
આચાર નથી. ગમે તેવા શિયાળાની ટાઢમાં અમુક વસ્ત્ર વડે તેઓને રેડવવું પડે છે; ઉનાળામાં ગમે તેવો તાપ તપતાં છતાં પગમાં તેઓને પગરખાં કે માથા પર છત્રી લેવાતી