________________
અર્વત
અતિ |
પ્રત્યક્ષ પરમ ઉપકારી હોવાથી તથા સિદ્ધપદના બતાવનાર પણ તેઓ હોવાથી સિદ્ધ કરતાં અહતને પ્રથમ નમસ્કાર કર્યો છે. (પૃ. ૬૦૧) તે અતિ ભગવાનમાં જેઓએ “તીર્થંકરનામકર્મ'નો શુભયોગ પૂર્વે ઉત્પન્ન કર્યો હોય છે, તે “તીર્થકર ભગવાન” કહેવાય છે; જેમનો પ્રતાપ, ઉપદેશબળ, આદિ મહત્પર્યાયોગના ઉદયથી આશ્રર્યકારી શોભે છે. સિદ્ધ ભગવાન કેવળ અમૂર્તપદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવવું દુર્ગમ્ય છે. અહી ભગવાનનું સ્વરૂપ મૂળદ્રુષ્ટિથી ચિંતવવું તો તેવું જ દુર્ગમ્ય છે, પણ સયોગીપદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે. નમસ્કાર મંત્રમાં પણ અહંતપદ પ્રથમ મૂકવાનો હેતુ એટલો જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે. (પૃ. ૫૭૧). તે (અહંત) ભગવાન સયોગસિદ્ધ છે. સયોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ, ભેદ નથી; એટલે અહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે. (પૃ. ૫૭૧) T સંબંધિત શિર્ષકો : ઈશ્વર, જિન, તીર્થંકર, દેવ, ભગવાન, મહાત્મા, મોટાપુરુષ, વીતરાગ, સદેવ,
સત્યરુષ, સિદ્ધ | અલોક | 2 અજીવના આકાશ નામના ભાગને અલોક કહેલો છે. (પૃ. ૧૬૪)
પાંચ અસ્તિકાયના સમૂહરૂપ અર્થસમયને સર્વજ્ઞ વીતરાગદેવે ‘લોક' કહ્યો છે. તેથી ઉપરાંત માત્ર
આકાશરૂપ અનંત એવો “અલોક” છે. (પૃ. ૫૮૭) I જીવ, પુદ્ગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો લોકથી અનન્ય છે; અર્થાત્ લોકમાં છે; લોકથી બહાર
નથી. આકાશ લોકથી પણ બહાર છે, અને તે અનંત છે; જેને “અલોક' કહીએ છીએ. જો ગમન અને સ્થિતિનું કારણ આકાશ હોત તો ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે સિદ્ધ ભગવાનનું અલોકમાં પણ ગમન હોત. જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઉર્ધ્વલોકાંતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે; તેથી ગમન અને સ્થાનનું કારણ આકાશ નથી એમ જાણો. જો ગમનનો હેતુ આકાશ હોત અથવા સ્થાનનો હેતુ આકાશ હોત, તો અલોકની હાનિ થાય અને લોકના અંતની વૃદ્ધિ પણ થાય. (પૃ. ૫૯૧) અવગાહના
“અવગાહના” એટલે અવગાહના. અવગાહના એટલે કદ આકાર એમ નહીં. કેટલાક તત્ત્વના પારિભાષિક શબ્દો એવા હોય છે કે જેનો અર્થ બીજા શબ્દોથી વ્યક્ત ન કરી શકાય; જેને અનુરૂપ બીજા શબ્દ ન મળે; જે સમજ્યા જાય પણ વ્યક્ત ન કરી શકાય. અવગાહના એવો શબ્દ છે. ઘણા બોધે, વિશેષ વિચારે, એ સમજી શકાય. અવગાહના ક્ષેત્રઆશ્રયી