SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ ભાવના (ચાલુ) | D શાસ્ત્રકર્તા કહે છે કે અન્ય ભાવો અમે, તમે અને દેવાધિદેવ સુધ્ધાંએ પૂર્વે ભાવ્યા છે, અને તેથી કાર્ય સર્યું નથી, એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે. જે જિનભાવ શાંત છે, આત્માનો ધર્મ છે, અને તે ભાબેથી જ મુક્તિ થાય છે. (દર્શનપ્રાભૃતમાંથી) (પૃ. ૭૬૪) D કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસારતાપથી દુઃખો આત્માના દુઃખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. (પૃ. ૧૮૩) 0 મહાવીરની ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવો. (પૃ. ૧૨) 0 એના (ચિંતવનાઓના) સ્વભાવનું, ભગવાન તીર્થંકર પણ ચિંતવન કરી સંસાર દેહ ભોગથી વિરક્ત થયા છે. આ ચિંતવનાઓ વૈરાગ્યની માતા છે. સમસ્ત જીવોનું હિત કરવાવાળી છે. અનેક દુઃખોથી વ્યાપ્ત સંસારી જીવોને આ ચિંતવનાઓ બહુ ઉત્તમ શરણ છે. દુઃખરૂપ અગ્નિથી તપ્તાયમાન થયેલા જીવોને શીતલ પધવનની મધ્યમાં નિવાસ સમાન છે. પરમાર્થમાર્ગ દેખાડનારી છે. તત્ત્વનો નિર્ણય કરાવનારી છે. સમ્યક્ત્વ ઉત્પન્ન કરનારી છે. અશુભ ધ્યાનનો નાશ કરનારી છે. દ્વાદશ ચિંતવના સમાન આ જીવનું હિત કરનાર બીજું કંઈ નથી. બાર અંગનું રહસ્ય છે. (પૃ. ૧૫-૪) D વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયોની સુદ્રઢતા થવા માટે બાર ભાવના ચિંતવવાનું તત્ત્વજ્ઞાનીઓ કહે છે. * ૧. શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે; એમ ચિંતવવું તે પહેલી “અનિત્યભાવના'. ૨. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી, માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે; એમ ચિંતવવું તે બીજી “અશરણભાવના'. આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જીરથી હું ક્યારે છૂટીશ ? એ સંસાર મારો નથી, હું મોક્ષમયી છું, એમ ચિંતવવું તે ત્રીજી “સંસારભાવના'. ૪. આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે; પોતાનાં કરેલાં કર્મ એકલો ભોગવશે; એમ ચિંતવવું તે ચોથી “એકત્વભાવના. ૫. આ સંસારમાં કોઇ કોઇનું નથી; એમ ચિંતવવું તે પાંચમી “અન્યત્વભાવના'. દ. આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગજરાને રહેવાનું ધામ છે, એ શરીરથી હું ન્યારો ; એમ ચિંતવવું તે છઠ્ઠી ‘અશુચિભાવના”. ૭. રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આસ્રવ છે; એમ ચિંતવવું તે સાતમી ‘આગ્નવભાવના'. જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઇને નવા કર્મ બાંધે નહીં એવી ચિંતવના કરવી એ આઠમી વરભાવના'.
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy