SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ, લૌકિક (ચાલુ) ૪૦૪ બાહ્યઇન્દ્રિયો વશ હોય, અને સત્પુરુષનો આશ્રય ન હોય, તો લૌકિકભાવમાં જવાનો સંભવ રહે. (પૃ. ૭૦૦-૧) ભાવકર્મ D વિભાવ પરિણામ ‘ભાવકર્મ’ છે. (પૃ. ૫૮૪) ભાવકર્મનો કર્તા જીવ છે. ભાવકર્મનું બીજું નામ વિભાવ કહેવાય છે. ભાવકર્મના હેતુથી જીવ પુદ્ગલ ગ્રહે છે. તેથી તૈજસાદિ શરીર અને ઔદારિકાદિ શરીરનો યોગ થાય છે. ભાવકર્મથી વિમુખ થાય તો નિજભાવપરિણામી થાય. સમ્યક્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઇ શકે. સમ્યક્દર્શન થવાનો મુખ્ય હેતુ જિનવચનથી તત્ત્વાર્થપ્રતીતિ થવી તે છે. (પૃ. ૮૨૭) D ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઇ જીવવીર્ય સ્ફુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. (પૃ. ૫૪૮) – દ્રવ્યકર્મનું નિમિત્ત પામીને ઉદયાદિક ભાવે જીવ પરિણમે છે; ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. કોઇ કોઇના ભાવના કર્તા નથી; તેમ કર્તા વિના થયાં નથી. કર્મ પોતાના સ્વભાવાનુસાર યથાર્થ પરિણમે છે, જીવ પોતાના સ્વભાવાનુસાર તેમ ભાવકર્મને કરે છે. આત્મા જ્યારે ભાવકર્મરૂપ પોતાનો સ્વભાવ કરે છે, ત્યારે ત્યાં રહેલા પુદ્ગલપરમાણુઓ પોતાના સ્વભાવને લીધે કર્મભાવને પ્રાપ્ત થાય છે; અને એકબીજા એકક્ષેત્રાવગાહપણે અવગાઢતા પામે છે. (પૃ. ૫૯૦) D સંબંધિત શિર્ષક : કર્મ ભાવના જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું, એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. (પૃ. ૩૨૩) D ભક્તિમાનને જે કંઇ પ્રાપ્ત થાય છે, તેમાં કોઇ ક્લેશના પ્રકાર દેખી, તટસ્થ ધીરજ રહેવા તે (ઇશ્વરેચ્છાદિ) ભાવના કોઇ પ્રકારે યોગ્ય છે. (પૃ. ૩૩૪) હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઇ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. (પૃ. ૫૦૪) શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઇન્દ્રિયોમાં આત્મભાવના કરવી, પછી સંકલ્પવિકલ્પરૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના ક૨વી. ત્યાં સર્વ પ્રકારની અન્યાલંબનરહિત સ્થિતિ ક૨વી. (પૃ. ૮૦૦) – ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં છે જીવ ! તું તીવ્ર દુઃખને પામ્યો, માટે હવે તો જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત ૨સે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ – ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઇ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય.) (પૃ. ૬૪૫)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy