SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૧ ભવ્ય - અભવ્ય લયોપશમથી વર્તમાનમાં મનુષ્યદેહ પામી જેણે માર્ગ નથી જાણ્યો એવા કોઈ ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતાં પૂર્વસંસ્કારથી, પૂર્વના આરાધનથી એવો વિચાર પામે કે, આ પ્રરૂપણા જરૂર મોક્ષનો હેતુ ન હોય, કેમકે અંધપણે તે માર્ગ કહે છે; અથવા આ ઉપદેશ દેનારો જીવ પોતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે, મહાઅનર્થ છે, એમ વિમાસમાં પૂર્વારાધન જાગૃત થાય અને ઉદય છેદી ભવાંત કરે તેથી નિમિત્તરૂપ ગ્રહણ કરી તેવા ઉપદેશકનો પણ આ ભંગને વિષે સમાસ કર્યો હોય એમ લાગે છે. (૩) પોતે તરે અને બીજાને તારે તે શ્રી તીર્થંકરાદિ. (૪) પોતે તરે પણ નહીં અને બીજાને તારી પણ ન શકે તે “અભવ્ય કે દુર્ભવ્ય' જીવ. એ પ્રકારે સમાધાન કર્યું હોય તો જિનાગમ વિરોઘ નહીં પામે. (પૃ. ૪૩૮) | ભવાંતર “ભગવતી' વગેરે સિદ્ધાંતોને વિષે જે કોઈ કોઈ જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે, તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી. તીર્થકર તો પૂર્ણ આત્મસ્વરૂપ છે. પરંતુ જે પુરુષો માત્ર યોગધ્યાનાદિક અભ્યાસબળ વડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંત જાણી શકે છે; અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્રયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે. ક્વચિત્ જ્ઞાનના તારતમ્યયોપશમ ભેદ તેમ નથી પણ હોતું, તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વતે છે, તે પુરુષ તો નિશ્ચય તે જ્ઞાનને જાણે છે, ભવાંતરને જાણે છે. આત્મા નિત્ય છે, અનુભવરૂપ છે, વસ્તુ છે, એ એ પ્રકારો અત્યંતપણે દ્રઢ થવા અર્થે શાસ્ત્રને વિષે તે પ્રસંગો કહેવામાં આવ્યા છે. ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઇને થતું ન હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી, એમ કહેવા તુલ્ય છે; તથાપિ એમ તો નથી. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. પોતાના તેમ જ પરના ભવ જાણવાનું જ્ઞાન કોઈ પ્રકારે વિસંવાદપણાને પામતું નથી. (પૃ. ૩૫૩). ભવ્ય - અભવ્ય I અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા કરે, અને તેને લીધે તેનો મોક્ષ ન થાય. ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંતરસે પરિણમે ને તેથી નવો કર્મબંધ ન થતાં મોક્ષ થાય. જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે તેથી જ્ઞાનીના જ્ઞાનમાં અભવ્ય લાગ્યા. આત્માની પરમશાંત દશાએ “મોક્ષ', અને ઉત્કટ દશાએ “અમો”. જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય, અભવ્ય કહ્યા છે. જીવનું વીર્ય ઉત્કટ રસે પરિણમતાં સિદ્ધપર્યાય પામી શકે નહીં એમ જ્ઞાનીએ કહેલું છે. (પૃ. ૭૮૩). ‘તરવાનો કામી' એ શબ્દ વાપરો ત્યાં અભવ્યનું પ્રશ્ન થતું નથી. કામી કામમાં પણ ભેદ છે. (પૃ. ૭૧૯). | ધર્માસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે “સમ્યક્ત્વ', બાર અંગ અને પૂર્વનું જાણપણું તે “જ્ઞાન”, તપશ્ચર્યાદિમાં પ્રવૃત્તિ તે વ્યવહાર-મોક્ષમાર્ગ છે. તે ત્રણ વડે સમાહિત આત્મા, આત્મા સિવાય જ્યાં અન્ય કિંચિત માત્ર કરતો નથી, માત્ર અનન્ય આત્મામય છે ત્યાં “નિશ્રય-મોક્ષમાર્ગ' સર્વજ્ઞ વીતરાગે
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy