________________
ભય (ચાલુ)
૪૦૦ દેહમાં મૂર્છાને લઈને ભય છે. (પૃ. ૭૦૫) ભય અજ્ઞાનથી છે. સિંહનો ભય સિંહણને થતો નથી. નાગણીને નાગનો ભય થતો નથી. આનું કારણ
એ પ્રકારનું તેને અજ્ઞાન દૂર થયું છે. (પૃ. ૭૦૫). D સંબંધિત શિર્ષક : નિર્ભય | ભવસ્થિતિ T કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ પાકી જાણવી. (પૃ. ૭૨૪)
શાસ્ત્રમાં કહ્યું છે કે આવરણ, સ્વભાવ, ભવસ્થિતિ પાકે ક્યારે ? તો કહે કે પુરુષાર્થ કરે ત્યારે.
(પૃ. ૭૨૪). | ભવસ્થિતિ, કાળ આદિનાં આલંબન લેવાં નહીં. એ બધાં બહાનાં છે. જીવને સંસારી આલંબનો, વિટંબનાઓ મૂકવાં નથી; ને ખોટાં આલંબન લઇને કહે છે કે કર્મનાં દળિયાં છે એટલે મારાથી કાંઈ બની શકતું નથી. આવાં આલંબનો લઈ પુરુષાર્થ કરતો નથી, જો પુરુષાર્થ કરે, ને ભવસ્થિતિ કે કાળ નડે ત્યારે તેનો ઉપાય કરીશું; પણ પ્રથમ પુરુષાર્થ કરવો. (પૃ. ૭૨૪) ભવસ્થિતિ, પંચમકાળમાં મોક્ષનો અભાવ આદિ શંકાઓથી જીવે બાહ્યવૃત્તિ કરી નાંખી છે; પણ જો આવા જીવો પુરુષાર્થ કરે, ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું. (પૃ. ૭૧૯) ભવાત | નવતત્ત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિઓને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરુગમ્યતાથી એનું જ્ઞાન વિશેષ વૃદ્ધિમાન કરવું; એથી તેઓનાં પવિત્ર પંચમહાવ્રત દૃઢ થશે; જિનેશ્વરનાં વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે; મુનિવઆચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યકત્વનો ઉદય થશે, પરિણામે ભવાંત થઈ જશે. (પૃ. ૧૧૯) જે જ્ઞાન કરીને ભવાંત થાય છે, તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ તે જ્ઞાન, સ્વરૂપે તો અત્યંત સુગમ છે, એમ જાણીએ છીએ. તે જ્ઞાન સગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઇએ છે. તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે; અને એ પ્રાપ્ત થવાનાં જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંતકાળ
થયાં રખડવું પડયું છે, જે બે કારણ મળે મોક્ષ હોય છે. (પૃ. ૩૨૨). D તેમણે શ્રી સૌભાગ્યભાઇએ) શ્રી ઠાણાંગસૂત્રની એક ચૌભંગીનો ઉત્તર વિશેષ સમજવા માગ્યો હતો તે
સંક્ષેપમાં અત્રે લખ્યો છે :(૧) એક, આત્માનો ભવાંત કરે, પણ પરનો ન કરે. તે પ્રત્યેકબુદ્ધ કે અશોચ્યા કેવળી. કેમકે તેઓ ઉપદેશમાર્ગ પ્રવર્તાવતા નથી, એવો વ્યવહાર છે. (૨) એક આત્માનો ભવાંત ન કરી શકે, અને પરનો ભવાંત કરે તે અચરનારીર આચાર્ય. એટલે. જેને હજુ અમુક ભવ બાકી છે, પણ ઉપદેશમાર્ગના આત્મારએ કરી, જાણ છે, તેથી તેનાથી ઉપદેશ સાંભળી સાંભળનાર જીવ તે ભવે ભવનો અંત પણ કરી શકે; અને આચાર્ય તે ભવે ભવાત કરનાર નહીં હોવાથી તેમને બીજા ભંગમાં ગણ્યા છે; અથવા ઇ જીવ પૂર્વકળે. જ્ઞાનારાધન કરી પ્રારબ્ધોદયે. મંદ