________________
બાહ્યક્રિયા (ચાલુ)
૩૮૬ રૂઢિવાળી ગાંઠ, મિથ્યાત્વ અથવા કષાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં વખતે કોઇ પ્રસંગે કાંઈ કહેવામાં આવ્યું હોય, તો ત્યાં ક્રિયાના નિષેધઅર્થે તો નહીં જ કહેવામાં આવ્યું હોય; છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય, તો તેમાં સમજનારે પોતાની ભૂલ થઈ છે, એમ સમજવાનું છે. અમુક ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં આવ્યું નથી આવતું ત્યાં સુધી એમ સમજવું કે તે કારણસહિત છે; ને તેથી કરી ક્રિયા ન કરવી એમ ઠરતું નથી. હાલ અમુક ક્રિયા કરવી એમ કહેવામાં જો આવે અને પાછળથી દેશકાળને અનુસરી તે ક્રિયાને બીજા આકારમાં મૂકી કહેવામાં આવે તો શ્રોતાના મનમાં શંકા આણવાનું કારણ થાય કે, એક વખત આમ કહેવામાં આવતું હતું, ને બીજી વખત આમ કહેવામાં આવે છે; એવી શંકાથી તેનું શ્રેય થવાને બદલે
અશ્રેય થાય. (પૃ. ૭૪૧) | બાઘક્રિયા કરીશ ત્યારે મનુષ્યપણું મળશે અને કોઇ દિવસ સાચા પુરુષનો જોગ મળશે. (પૃ. ૭૧૭) T સંબંધિત શિર્ષક : ક્રિયા બીજ T બીજ જ્યાં સુધી વાવવાથી ઊગવાની યોગ્યતાવાળું છે ત્યાં સુધી નિર્જીવ હોય નહીં; સજીવ જ કહી
શકાય. અમુક અવધિ પછી એટલે સામાન્યપણે બીજ (અન્નાદિના) ત્રણ વર્ષ સુધી સજીવ રહી શકે છે; તેથી વચ્ચે તેમાંથી જીવ ચવી જાય ખરો, પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિર્બીજ થવા યોગ્ય કહ્યું છે. કદાપિ બીજ જેવો આકાર તેનો હોય પણ તે વાવવાથી ઊગવાની યોગ્યતારહિત થાય.
સર્વે બીજની અવધિ ત્રણ વર્ષની સંભવતી નથી; કેટલાંક બીજની સંભવે છે. (પૃ. ૫૧૦) બીજજ્ઞાન | T સાચા ઉપાય જીવ શોધતો નથી. જ્ઞાનીપુરુષનાં વચન સાંભળે તો પ્રતીતિ નથી. “મારે લોભ મૂકવો
છે', ક્રોધ માનાદિ મૂકવાં છે' એવી બીજભૂત લાગણી થાય ને મૂકે, તો દોષ ટળી જઈ અનુક્રમે
બીજજ્ઞાન' પ્રગટે. (પૃ. ૭૦૧). I આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક
અપૂર્વ આધાર છે; માટે કોઈ રીતે તેને બીજજ્ઞાન કહો તો હરકત નથી; માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન
જ્ઞાની પુરુષ, કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હોવા જોઈએ. (પૃ. ૩૮૫) || અમારો આશય તે જ્ઞાન (બીજજ્ઞાન) વિષે લખવાનો વિશેષપણે અત્ર લખ્યો છે. (૧) જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યો છે, અને
તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો
તેનું પરિણામ પરમાર્થ-પરમાર્થસ્વરૂપ છે. (૨) જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે
વ્યવહાર-પરમાર્થસ્વરૂપ છે. (૩) તે જ્ઞાન કદાપિ પરમાર્થ-પરમાર્થસ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ
સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને રુચ્યો હોય તેનું જ્ઞાન તે