SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ બાહ્યક્રિયા સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સૂક્ષ્મ કહેવામાં આવે છે. નિગોદ સૂક્ષ્મ અનંત છે; અને વનસ્પતિના સૂક્ષ્મ અનંત છે; ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે. (પૃ. ૭૬૩) બાહ્ય ક્રિયા D તમે (શ્રી અનુપચંદભાઈ) પોતે બાહ્ય ક્રિયાનો વિધિનિષેધાગ્રહ વિસર્જનવત્ કરી દઈ, અથવા તેમાં અંતર પરિણામે ઉદાસીન થઈ, દેહ અને તેના સંબંધી સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ, યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષગત કરો તો તે જ સાર્થક છે. છેલ્લે અવસરે અનશનાદિ કે સંતરાદિક કે સંલેખનાદિક ક્રિયા ક્વચિતુ બનો કે ન બનો તોપણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષગત છે, તેનો જન્મ સફળ છે, અને ક્રમે કરી તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે. તમને બાહ્યક્રિયાદિનો કેટલાંક કારણથી વિશેષ વિધિનિષેધ લક્ષ જોઇને અમને ખેદ થતો કે આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે, અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે, કે તમને તેનો આટલો બધો પરિચય ખેદનો હેત લાગતો નથી ? સહજમાત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ “જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે તે કેને અર્થે ? અને તેનું શું પરિણામ ? તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી ? તે વિષે ક્વચિત્ કંઈ પ્રેરવાની ઇચ્છા થયેલી સંભવે છે, પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતાં કરતાં વૃત્તિ સંક્ષેપી લીધેલી. હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. લોકો માત્ર વિચારવાનું કે સમ્યફષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી, અથવા બાહ્યવ્યવહારના ઘણા વિધિનિષેધના કર્તુત્વના માહાભ્યમાં કંઈ કલ્યાણ નથી, એમ અમને તો લાગે છે. આ કંઈ એકાંતિક દૃષ્ટિએ લખ્યું છે અથવા અન્ય કંઈ હેતુ છે, એમ વિચારવું છોડી દઈ, જે કંઈ તે વચનોથી અંતર્મુખવૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો એ જ સુવિચારવૃષ્ટિ છે. લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, અથવા સ્તુતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી. બાહ્યક્રિયાન અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે, અનેકાંતિક માર્ગ પણ સમ્યફ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણી લખ્યું છે. તે માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દભતાથી, અને હિતાર્થે લખ્યું છે, એમ જો તમે યથાર્થ વિચારશો તો દૃષ્ટિગોચર થશે, અને વચનનું પ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે. (પૃ. ૫૧૧) 1 જ્ઞાનનો વિચાર કર, જ્ઞાનવિચાર કર્યા વિના માત્ર એકલી બાહ્યક્રિયાથી) અંતરમાં ભાવકર્મના રહેલા વિકાર મટતા નથી. (પૃ. ૧૬૨) T બાહ્ય ક્રિયા કરવાથી અનાદિ દોષ ઘટે નહીં. બાહ્ય ક્રિયામાં જીવ કલ્યાણ માની અભિમાન કરે છે. (પૃ. ૬૯૭) D અગાઉ બે વખત કહેવામાં આવ્યું છે છતાં આ ત્રીજી વખત કહેવામાં આવે છે કે ક્યારેય પણ બાદર અને બાહ્યક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી, કારણ કે અમારા આત્માને વિષે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્નય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં.
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy