________________
| અપ્રમત્તતા (ચાલુ)
૧૪
અને તો જ ત્યાં સંપૂર્ણજ્ઞાન ટકે; એવો અસંદેહ જ્ઞાની પુરુષોનો નિર્ધાર છે, એમ અમને લાગે છે. જ્વરાદિ રોગમાં કંઈ સ્નેહ જેમ ચિત્તને નથી થતો તેમ આ ભાવોને વિષે પણ વર્તે છે, લગભગ સ્પષ્ટ વર્તે છે, અને તે પ્રતિબંધના રહિતપણાનો વિચાર થયા કરે છે. (પૃ. ૩૯૦) I અપ્રમત્ત થવાય ત્યાં સુધી જાગૃત જ રહેવાનું છે. (પૃ. ૭૭૫) D સંબંધિત શિર્ષકો ઉપયોગ-અપ્રમત્ત, જાગૃતિ | અમુકાય | D મૂળ અકાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે, તોપણ “ષટદર્શનસમુચ્ચય' ગ્રંથ હાલ પ્રસિદ્ધ થયો છે, તેમાં ૧૪૧ થી ૧૪૩ સુધીનાં પૃષ્ઠમાં તેનું સ્વરૂપ કંઈક સમજાવ્યું છે. તે વિચારવાનું બને તો વિચારશો. અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અદ્ધયિક મૂળ જીવ નાશ પામે, એમ રામજાય છે. અત્રેથી વરાળદિરૂપે થઇ જે ઊંચે આકાશમાં વાદળારૂપે બંધાય છે, તે વરાળદિરૂપ થવાથી અચિત થવા યોગ્ય. લાગે છે, પણ વાદળાંરૂપે થવાથી ફરી સચિતપણે પામવા યોગ્ય છે. તે વરસાદરૂપે સ્મીન પર પડયે. પણ સચિત હોય છે. માટી આદિની સાથે મળવાથી પણ તે સચિત રહી શકવા યોગ્ય છે. સામાન્યપણે
અગ્નિ જેવું માટી બળવાન શસ્ત્ર નથી, એટલે તેવું હોય ત્યારે પણ સચિતપણું સંભવે છે. (પૃ. ૧૧.૦) અબંધ
જ્યારે આત્મા કંઈ પણ ક્રિયા કરે નહીં ત્યારે અબંધ કહેવાય. (પૃ. ૭૦૯). T સક્રિય જીવને અબંધ અનુષ્ઠાન હોતું નથી. તેમાં ગુણસ્થાનકે કેવળીને પણ યોગને લીધે સક્રિયતા છે,
અને તેથી બંધ છે; પણ બંધ, અબંધબંધ ગણાય છે. ચૌદમાં ગુણસ્થાનકે આત્માના પ્રદેશ અચલ થાય છે. પાંજરામાંહેના સિંહના દૃગંતેઃ જેમ પાંજરામાં સિંહ જાળીને અડતો નથી, અને સ્થિર થઇ બેસી રહે છે ને કાંઈ ક્રિયા કરતો નથી, તેમ અક્રિય છે.
જ્યાં પ્રદેશનું અચલપણું છે ત્યાં અક્રિયતા ગણાય. ચલઇ સો બંધે’, યોગનું ચલાયમાન થવું તે બંધ'; યોગનું સ્થિર થવું તે અબંધ. જ્યારે અબંધ થાય
ત્યારે મુક્ત થયા કહેવાય . (પૃ. ૭૭૨) I અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તોપણ કહીએ છીએ; માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી. એવી તીવ્ર દશા આબે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે; અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના -- (ગૃહસ્થપણા સહિતની) - તે અબંધપરિણામી કહેવા યોગ્ય છે. જે
બોધસ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. (પૃ. ૩૧૩) 1 જ્ઞાનીઓ નવી ભૂલ કરતા નથી, માટે તે અબંધ થઇ શકે છે. (પૃ. ૭૭૩) T સંબંધિત શિર્ષક : બંધ અભક્ષ્ય | | વડના ટેટા કે પીપળનાં પીપાંનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યાં છે,