________________
3७७
પ્રમાદ (ચાલુ) || કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું. (પૃ. ૮૯) T: પ્રમાદથી યોગ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને પ્રમાદ છે. યોગથી અજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો જ્ઞાનીને વિષે
પણ સંભવે, માટે જ્ઞાનીને યોગ હોય પણ પ્રમાદ હોય નહીં. (પૃ. ૯૫) D પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. (પૃ. ૧૬૪). | ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત
ભૂલવા જોગ્ય નથી. (પૃ. ૩૬૧) D તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો,
ગર્ભપાતનો, નિર્વશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી ? (પૃ. ૪) D પ્રમાદ એ જ ભય. અપ્રમાદ ભાવ એ જ અભય પદ છે. જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ તજો. (પૃ. ૧૧) D પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો. (પૃ. ૧૩૭) D પ્રમાદ કોઇ કૃત્યમાં કરું નહીં. (પૃ. ૧૩૮) D તારો ધર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરું. (પૃ. ૧૫૫).
સાતપદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ઘારણ કરવો? આમ છે
છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જોવાં જોઇએ. (પૃ. ૧૭૯). 1 પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષુતા મંદ કરવા યોગ્ય નથી; એવો નિશ્ચય રાખવો યોગ્ય છે.
(પૃ. ૩૧૩) D પ્રમાદ એ સર્વ કર્મનો હેતુ છે. (પૃ. ૪૦૫) T સંસારનાં મુખ્ય કારણ પ્રેમબંધન તથા ષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણે જીવને નિજ - વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી, અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય
પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે, અને તેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણે છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે, અને ટાળતાં
અત્યંત કઠણ એવો મોહ છે. (પૃ. ૪૪૯) D જીવને પ્રમાદમાં અનાદિથી પતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી. (પૃ. ૬૧૩) T મુમુક્ષુપણું જેમ કૃઢ થાય તેમ કરો; હારવાનો અથવા નિરાશ થવાનો કંઈ હેતુ નથી. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી.
(પૃ. ૬૧૯). 1 હે આર્ય ! અલ્પાયુષી દુષમકાળમાં પ્રમાદ કર્તવ્ય નથી; તથાપિ આરાધક જીવોનો તત્ સુદ્રઢ ઉપયોગ
વર્તે છે. (પૃ. ૨૪) D જીવમાં પ્રમાદ વિશેષ છે, માટે આત્માર્થના કાર્યમાં જીવે નિયમિત થઇને પણ તે પ્રમાદ ટાળવો જોઇએ,
અવશ્ય ટાળવો જોઇએ. (પૃ. ૫૬૩),