________________
પ્રમાણ (ચાલુ)
૩૭૬ (પૃ. ૧૭૩) પ્રમાદ |
પરમાર્થમાં પ્રમાદ એટલે આત્મામાંથી બહાર વૃત્તિ છે. (પૃ. ૭૩૪) In પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે.
તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.) (પૃ. ૩૯૧) પ્રમાદ પરમ રિપુ છે; એ વચન જેને સમ્યફ નિશ્ચિત થયું છે તે પુરુષો કૃતકૃત્ય થતાં સુધી નિર્ભયપણે
વર્તવાનું સ્વપ્ન પણ ઇચ્છતા નથી. (પૃ. ૨૨૯) D જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમ પદનો જય કર્યો. (પૃ. ૫૨)
પૂર્વના અભ્યાસને લીધે જે ઝોકું આવી જાય છે તે પ્રમાદ. (પૃ. ૭૭૫) | ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે.
ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાય જતાં વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. “સમય ગોયમ મા પમાઈ' – એ
વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો અને બીજો એ કે મેષાનમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઊભો છે. લીધો કે લેશે એમ જંજાળ થઈ રહી છે ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે. અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વોપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. પળનો પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ધર્મકર્તવ્યમાં ગાળે છે. અને અવસરે અવસરે ધર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષો નિદ્રા, આહાર, મોજશોખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અધોગતિરૂપ પામે છે. જેમ બને તેમ યત્ના અને ઉપયોગથી ધર્મને સાધ્ય કરવો યોગ્ય છે, સાઠ ઘડીના અહોરાત્રમાં વીશ ઘડી તો નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાળીસ ઘડી ઉપાધિ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ધર્મકર્તવ્યને માટે ઉપયોગમાં લઈએ તો બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય? પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તોપણ તે પામનાર નથી. એક
પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધ છે ! (પૃ. ૯૪) T સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થંકરદેવની આજ્ઞા નથી. (પૃ. ૩૪૮) | તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમયમાત્ર પણ પ્રમાદ યોગ્ય નથી.
(પૃ. ૩૭૬). 1 ચૌદપૂર્વધારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે “હવે
મને ગુણ પ્રગટયો.” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ