________________
૩૬૧
પુદ્ગલ (પરમાણુ) થઇ છે તેમ ઘણું કરીને થવાનો વખત તેવા મુમુક્ષુને આવવાનો સંભવ છે. અને આવો ક્રમ કેટલાક પ્રસંગો પરથી મોટા પુરુષોને પણ માન્ય હોય તેમ સમજાય છે, એ પર સિદ્ધાંતસિંધુનો કથાસંક્ષેપ તથા
બીજાં દૃષ્ટાંત લખ્યાં તે માટે સંક્ષેપમાં આ લખ્યાથી સમાધાન વિચારશો. (પૃ. ૪૭૨) D જગતમાં આનો આ પિતા, આનો આ પુત્ર એમ કહેવાય છે; પણ કોઈ કોઈનું નથી. પૂર્વના કર્મના ઉદયે
સઘળું બન્યું છે. અહંકારે કરી જે આવી મિથ્થાબુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે. ચાર ગતિમાં રઝળે છે; અને દુઃખ
ભોગવે છે. (પૃ. ૭૨૮) [ આત્માને પત્ર પણ ન હોય અને પિતા પણ ન હોય. જે આવી (પિતા-પુત્રની) કલ્પનાને સાચું માની
બેઠા છે તે મિથ્યાત્વી છે. (પૃ. ૭૩૨) પુદ્ગલ (પરમાણુ) | D સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ એમ પુદ્ગલ અસ્તિકાય ચાર પ્રકારે જાણવો.
સકળ સમસ્ત તે “સ્કંધ', તેનું અર્થ તે દેશ', તેનું વળી અર્ધ તે પ્રદેશ અને અવિભાગી તે પરમાણુ'. બાદર અને સૂક્ષ્મ પરિણામ પામવા યોગ્ય સ્કંધમાં પૂરણ (પુરાવાની), ગલન (ગળવાનો, છૂટા પડી જવાનો સ્વભાવ જેનો છે તે પૂર્ગલના નામથી ઓળખાય છે. તેના છ ભેદ છે, જેનાથી વૈલોક્ય ઉત્પન્ન થાય છે. સર્વ સ્કંધનું છેલ્લામાં છેલ્લું કારણ પરમાણુ છે. તે સત્, અશબ્દ, એક, અવિભાગી અને મૂર્ણ હોય છે. વિવલાએ કરીને મૂર્ત, ચાર ઘાતુનું કારણ જે છે તે પરમાણુ જાણવા યોગ્ય છે; તે પરિણામી છે, પોતે અશબ્દ છે, પણ શબ્દનું કારણ છે. અંધથી શબ્દ ઉત્પન્ન થાય છે. અનંત પરમાણુઓના મેલાપ, તેનો સંઘાત, સમૂહ તેનું નામ “સ્કંધ'. તે સ્કંધો પરસ્પર સ્પર્શાવાથી, અથડાવાથી નિશ્ચય કરીને “શબ્દ” ઉત્પન્ન થાય છે. તે પરમાણુ નિત્ય છે, પોતાના રૂપાદિ ગુણોને અવકાશ, આધાર આપે છે, પોતે એકપ્રદેશી હોવાથી એક પ્રદેશથી ઉપરાંત અવકાશને પ્રાપ્ત થતો નથી, બીજા દ્રવ્યને અવકાશ (આકાશની પેઠે) આપતો નથી, સ્કંધના ભેદનું કારણ છે – સ્કંધના ખંડનું કારણ છે, સ્કંધનો કર્તા છે, કાળના પરિમાણ (માપ) સંખ્યા (ગણના)નો હેતુ છે. એક રસ, એક વર્ણ, એક ગંધ અને બે સ્પર્શ, શબ્દની ઉત્પત્તિનું કારણ, અને એકપ્રદેશાત્મકપણે અશબ્દ, સ્કંધપરિણમિત છતાં વ્યતિરિક્ત દ્રવ્ય તે પરમાણુ જાણવો. ઇન્દ્રિયોએ કરી ઉપભોગ્ય, તેમ જ કાયા, મન અને કર્મ આદિ જે જે અનંત એવા મૂર્ત પદાર્થો છે તે સર્વ પુદ્ગલદ્રવ્ય જાણવું. (પૃ. ૫૯૦-૧) 0 રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “પરમાણુ' છે, અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “પ્રદેશ
છે. એ ત્રણે (સમય, પરમાણુ અને પ્રદેશ) એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે. (પૃ.૪૯૭). એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને ‘પ્રદેશ' એવી સંજ્ઞા છે. પુદ્ગલ પરમાણુ જોકે એકપ્રદેશાત્મક છે, પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત, અનંત પરમાણુઓ એકત્ર થઇ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મકપણે તે