________________
પાપપુણ્ય (ચાલુ)
સંસાર છે તે પુણ્યપાપના ઉદયરૂપ છે. પરમાર્થથી બન્ને ઉદય (પુણ્ય-પાપ) પરના કરેલા અને આત્માથી ભિન્ન જાણીને તેના જાણનાર અથવા સાક્ષી માત્ર રહો, હર્ષ અને ખેદ કરો નહીં. (પૃ. ૧૯)
૩૦
આપ જો ધારતા હો કે દેવોપાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તો તે જો પુણ્ય ન હોય તો કોઇ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહારંભ, કપટ અને માનપ્રમુખ વધારવાં તે મહાપાપનાં કારણ છે; પાપ નરકમાં નાખે છે, પાપથી આત્મા, પામેલો મહાન મનુષ્યદેહ એળે ગુમાવી દે છે. એક તો જાણે પુણ્યને ખાઇ જવાં; બાકી વળી પાપનું બંધન કરવું; લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભોગવવી તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય. (પૃ. ૧૦૫)
I શુભ અને અશુભ ભાવને લીધે પુણ્ય અને પાપ જીવને હોય છે. શાતા, શુભાયુત્ર, શુભનામ અને ઉચ્ચ ગોત્રનો હેતુ ‘પુણ્ય’ છે. ‘પાપ'થી તેથી વિપરીત શાય છે. (પૃ. ૫૮૪)
મરકીની રસીના નામે દાક્તરોએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારાં નિરપરાધી અશ્વ આદિને રસીના બહાને રિબાવી મારી નાખે છે, હિંસા કરી પાપને પોષે છે, પાપ ઉપાર્જે છે. પૂર્વે પાપાનુબંધી પુણ્ય ઉપાર્જ્ય છે, તે યોગે વર્તમાનમાં તે પુણ્ય ભોગવે છે, પણ પરિણામે પાપ વહોરે છે; તે બિચારા દાક્તરોને ખબર નથી. રસીથી દરદ દૂર થાય ત્યારની વાત ત્યારે; પણ અત્યારે હિંસા તો પ્રગટ છે. રસીી એક કાઢતાં બીજું દરદ પણ ઊભું થાય. (પૃ. ૬૬૯-૭૦)
પુણ્ય, પાપ અને આયુષ્ય એ કોઇ બીજાને ન આપી શકે. તે દરેક પોતે જ ભોગવે. (પૃ. ૬૭૭)
પુત્ર
પુત્રને તારે રસ્તે ચડાવું, ખોટાં લાડ લડાવું નહીં. મલિન રાખું નહીં. અવળી વાતથી સ્તુતિ કરું નહીં. મોહિનીભાવે નીરખું નહીં. પુત્રીનું વેશવાળ યોગ્ય ગુણે કરું. સમવય જોઉં. સમગુણ જોઉં. (પિતા ઇચ્છા કરે છે.) (પૃ. ૧૪૧)
પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યોગ્ય છે. જીવ જો જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે, કોઇને વિષે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી, અને કોઇને વિષે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે, અને કોઇ જીવ હજુ સુધી તો પિતાપુત્ર થઇ શક્યા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર અથવા આનો આ પિતા, પણ વિચારતાં આ વાત કોઇ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્રપણે ગણવો, કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે, અને તે મૂઢતા કોઇ પણ પ્રકારે સત્સંગની ઇચ્છાવાળા જીવને ઘટતી નથી. (પૃ. ૪૧૧)
જે પુત્રાદિ વસ્તુ લોકસંજ્ઞાએ ઇચ્છવા યોગ્ય ગણાય છે, તે વસ્તુ દુઃખદાયક અને અસારભૂત જાણી પ્રાપ્ત થયા પછી નાશ પામ્યા છતાં પણ ઇચ્છવા યોગ્ય લાગતી નહોતી, તેવા પદાર્થની હાલ ઇચ્છા ઉત્પન્ન થાય છે, અને તેથી અનિત્યભાવ જેમ બળવાન થાય તેમ ક૨વાની જિજ્ઞાસા ઉદ્ભવે છે, એ આદિ ઉદાહરણ સાથે લખ્યું તે વાંચ્યું છે. (પૃ. ૪૭૨)
Dાદિ પદાર્થની પ્રાપ્તિમાં અનાસક્તિ શક્ય જેવું થયું હતું પર તેણે અલવિત ર છે ?
પદાર્થને જોઇ પ્રાપ્તિ સંબંધી ઇચ્છા ઉદ્ભવે છે, તેથી એમ સમજાય છે કે કોઇ વિશેષ સામર્થ્યવાન મહાપુરુષો સિવાયના સામાન્ય મુમુક્ષુએ તેવા પદાર્થનો, સમાગમ કરી તથારૂપ અનિત્યપણું તે પદાર્થનું સમજીને, ત્યાગ કર્યો હોય તો તે ત્યાગનો નિર્વાહ થઇ શકે. નહીં તો હાલ જેમ વિપરીત ભાવના ઉત્પન્ન