________________
પંચમકાળ (ચાલુ)
પંચમકાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્ત્વને ગ્રહણ ક૨શે; કાળાનુસાર ધર્મતત્ત્વશ્રદ્ધા પામીને ઉચ્ચગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. નિગ્રંથપ્રવચન, નિગ્રંથગુરુ ઇ0 ધર્મતત્ત્વ પામવાનાં સાધનો છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે. (પૃ. ૧૧૭-૮)
૩૫૬
પંચમકાળના ગુરુઓ કેવા છે તે પ્રત્યે એક સંન્યાસીનું દૃષ્ટાંત : એક સંન્યાસી હશે તે પોતાના શિષ્યને ત્યાં ગયો. ટાઢ ઘણી હતી. જમવા બેસવા વખતે શિષ્યે નાહવાનું કહ્યું ત્યારે ગુરુએ મનમાં વિચાર કર્યો કે ‘ટાઢ ઘણી છે, અને નાહવું પડશે.’ આમ વિચાર કરી સંન્યાસીએ કહ્યું કે ‘મૈં તો જ્ઞાનગંગાજલમેં સ્નાન કર રહા હૂં.' શિષ્ય વિચક્ષણ હોવાથી સમજી ગયો, અને તેને શિખામણ મળે તેમ રસ્તો લીધો. શિષ્ય ‘જમવા પધારો' એવા માનસહિત બોલાવી જમાડયા. પ્રસાદ પછી ગુરુમહારાજ એક ઓરડામાં સૂઇ રહ્યા. ગુરુને તૃષા લાગી એટલે શિષ્ય પાસે જળ માગ્યું; એટલે તરત શિષ્યે કહ્યું : ‘મહારાજ, જળ જ્ઞાનગંગાજળમાંથી પી લો.' જ્યારે શિષ્યે આવો સખત રસ્તો લીધો ત્યારે ગુરુએ કબૂલ કર્યું કે ‘મારી પાસે જ્ઞાન નથી. દેહની શાતાને અર્થે ટાઢમાં મેં સ્નાન નહીં કરવાનું કહ્યું હતું.' (પૃ. ૭૦૪)
— મહાવીરદેવે આ કાળને પંચમકાળ કહી દુષમ કહ્યો, વ્યાસે કળિયુગ કહ્યો; એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે; એ વાત નિઃશંક સત્ય છે. કારણ, ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે, અર્થાત્ સંપ્રદાયોમાં રહ્યાં નથી અને એ મળ્યા વિના જીવનો છૂટકો નથી. (પૃ. ૨૫૩)
D પંચમકાળને નામે જૈન ગ્રંથો આ કાળને ઓળખે છે; અને કળિકાળને નામે પુરાણ ગ્રંથો ઓળખે છે; એમ આ કાળને કઠિન કાળ કહ્યો છે; તેનો હેતુ જીવને ‘સત્સંગ અને સત્શાસ્ત્ર'નો જોગ થવો આ કાળમાં દુર્લભ છે, અને તેટલા જ માટે કાળને એવું ઉપનામ આપ્યું છે.
અમને પણ પંચમકાળ અથવા કળિયુગ હાલ તો અનુભવ આપે છે. અમારું ચિત્ત નિઃસ્પૃહ આંતેશય છે; અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ, એ કળિયુગની કૃપા છે. (પૃ. ૨૭૫)
આ પંચમકાળમાં સત્પુરુષનો જોગ મળવો દુર્લભ છે; તેમાં હાલમાંતો વિશેષ દુર્લભ જોવામાં આવે છે; ઘણું કરી પૂર્વના સંસ્કારી જીવ જોવામાં આવતા નથી. ઘણા જીવોમાં કોઇક ખરો મુમુક્ષુ, જિજ્ઞાસુ જોવામાં આવે છે. (પૃ. ૭૧૬)
I ભવસ્થિતિ, પંચમકાળમાં મોક્ષનો અભાવ આદિ શંકાઓથી જીવે બાહ્ય વૃત્તિ કરી નાંખી છે; પણ જો આવા જીવો પુરુષાર્થ કરે, ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઇશું. (પૃ. ૭૧૯)
કાળભાવ પ્રમાણે મતિ અને શ્રુત પ્રાપ્ત કરી શકાય એટલી અનુકૂળતા છે; કારણ આ દુષમ પંચમકાળમાં પરંપરાસ્નાયથી ૫૨માવધિ, મન:પર્યવ અને કેવળ એ પવિત્ર જ્ઞાન જોવામાં આવતાં નથી એટલે કાળની પરિપૂર્ણ અનુકૂળતા નથી. (પૃ. ૧૧૬)
E સંબંધિત શિર્ષકો : કળિકાળ, કાળ, દુષમકાળ
પંચાસ્તિકાય
પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે :
જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને ‘પ્રદેશ’ એવી સંજ્ઞા છે. અનેક