________________
પશ્ચાત્તાપ
૩૫૪
પિશ્વાત્તાપ T સફળ થયેલા વખતને માટે આનંદ માનો, અને આજનો દિવસ પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને
માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો. (પૃ. ૩) T કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે. (પૃ. ૬).
કોઇ ઉપર જન્મ પર્યત દ્રષબુદ્ધિ રાખશો નહીં. કોઇને કોઇ ષથી કહેવાઈ જવાય તો પશ્રાત્તાપ ઘણો કરજો, અને ક્ષમાપના માગજો. પછીથી તેમ કરશો નહીં. કોઈ તારા ઉપર દ્વેષબુદ્ધિ કરે, પણ તું તેમ
કરીશ નહીં. (પૃ. ૧૨). | વીરસ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજો. (પૃ. ૧૬૯) પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજદોષ જોઇને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે; અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદ્ગુરુ અને સાસ્ત્રાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે. (પૃ. ૪૨૨). D તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃપશ્રાત્તાપ કરે.
(પૃ. ૧૫૫) T સમજીને અલ્પભાષી થનારને પશ્રાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. (પૃ. ૨૦૧)
વિશ્વાસથી વર્તી અન્યથા વર્તનારા આજે પસ્તાવો કરે છે. (પૃ. ૨૩૬) D કાર્યની જાળમાં આવી પડયા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાત્તાપયુક્ત હોય છે. કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દૃઢ રહે એમ રહેવું બહુ વિકટ છે, એમ જે ડાહ્યા મનુષ્યો કહે છે તે ખરું છે. તો તમને (શ્રી ત્રિભોવનભાઈને) પણ આ પ્રસંગે આર્તપૂર્વક ચિંતન રહેતું હશે, અને તેમ થવું સંભાવ્ય છે. કાર્યનું પરિણામ, પશ્ચાત્તાપથી તો, આવ્યું હોય તેથી અન્યથા ન થાય; તથાપિ બીજા તેવા પ્રસંગમાં ઉપદેશનું કારણ થાય. એમ જ હોવું યોગ્ય હતું એમ માની શોકનો પરિત્યાગ કરવો; અને માત્ર માયાના પ્રબળનો વિચાર કરવો એ ઉત્તમ છે. (પૃ. ૨૭૯) માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ
પૂર્વપશ્રાત પશ્રાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત હોય છે. (પૃ. ૪૬૧-૨) D શુદ્ધભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં પરલોકભય અને અનુકંપા છૂટે છે; આત્મા કોમળ
થાય છે. ત્યાગવા યોગ્ય વસ્તુનો વિવેક આવતો જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ૪૦ જે જે દોષ વિસ્મરણ થયા હોય તેનો પશ્ચાત્તાપ પણ થઈ શકે છે. આમ એ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે.
(પૃ. ૮૭) T નિકાચિત કર્મમાં સ્થિતિબંધ હોય તો બરોબર બંધ થાય છે. સ્થિતિકાળ ન હોય તો તે વિચારે, પશ્ચાત્તાપે,
જ્ઞાનવિચારે નાશ થાય. સ્થિતિકાળ હોય તો ભોગવ્ય છૂટકો. (પૃ. ૭૩૪) D અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે
કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. (પૃ. ૭૯૮).