________________
३४७
પરિણામ (ચાલુ) અને છેલ્લે સમવસ્થિત (અચલ અકંપ શૈલેશીકરણ) કેવળજ્ઞાનીને હોય છે. તેરમે ગુણસ્થાનકે વેશ્યા તથા યોગનું ચલાચલપણું છે, તો સમવસ્થિત પરિણામ કેમ સંભવે તેનો આશય : સક્રિય જીવને અબંધ અનુષ્ઠાન હોતું નથી. તેરમા ગુણસ્થાનકે કેવળીને પણ યોગને લીધે સક્રિયતા છે. અને તેથી બંધ છે; પણ બંધ, અબંધબંધ ગણાય છે. ચૌદમાં ગુણસ્થાનકે આત્માના પ્રદેશ અચલ થાય છે. પાંજરામાંહેના સિંહના દ્રષ્ટાંતે : જેમ પાંજરામાં સિંહ જાળીને અડતો નથી, અને સ્થિર થઈ બેસી રહે છે ને કાંઈ ક્રિયા કરતો નથી, તેમ અક્રિય છે. જ્યાં પ્રદેશનું અચલપણું છે ત્યાં અક્રિયતા
ગણાય. (પૃ. ૭૭૨) in વર્ધમાન, હાયમાન અને સ્થિતિ એવી જે ત્રણ પરિણામની ધારા છે તેમાં હીયમાન પરિણામની ધારા
સમ્યકત્વઆશ્રયી (દર્શનઆશ્રયી) શ્રી તીર્થંકરદેવને ન હોય. (પૃ. ૭૬૩). પરિણામની ધારા એ “થરમોમિટર' સમાન છે. (પૃ. ૭૬૯) વિભાવ પરિણામ ‘ભાવકર્મ' છે. પુદ્ગલસંબંધ દ્રવ્યકર્મ છે. (પૃ. ૫૮૪) 0 પરિણામ જડ હોય એવો સિદ્ધાંત નથી. ચેતનને ચેતનપરિણામ હોય અને અચેતનને અચેતન પરિણામ
હોય, એવો જિને અનુભવ કર્યો છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં, એમ શ્રી જિને
કહ્યું છે અને તે સત્ય છે. (પૃ. ૪૪૪) 0 સર્વનાં પરિણામ પ્રમાણે શુદ્ધતા, અશુદ્ધતા છે. (પૃ. ૭૦૮) 1 અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા જે જે ભાવમાં વર્તે છે, તેથી શુભ કે અશુભ પરિણામ થાય છે.
જીવને શુભ પરિણામથી પુણ્ય થાય છે, અને અશુભ પરિણામથી પાપ થાય છે. તેનાથી શુભાશુભ
પુદ્ગલના પ્રહણરૂપ કર્મપણું પ્રાપ્ત થાય છે. (પૃ. ૫૯૪). In જે નિશ્રય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે. તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે,
તેથી સારી અને માઠી ગતિ થાય છે. (પૃ. ૧૯૩) 0 શુભાશુભ, અને શુદ્ધાશુદ્ધ પરિણામ ઉપર બધો આધાર છે. (પૃ. ૭૫૩) 'd પરમાણુને પક્ષપાત નથી, જે રૂપે આત્મા પરિણમાવે તે રૂપે પરિણમે. (પૃ. ૭૩૪) 0 સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અશરણાદિપણું લખ્યું તે યથાર્થ છે; તેવી
પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે; ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તથી તેવાં પરિણામ થાય છે, પણ તેને વિબહેતુ એવો સંગ તથા પ્રસંગને વિષે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી, અને સંસારાભિરુચિ થઈ જાય છે; તેવી અખંડ પરિણતિના ઈચ્છોવાના મુમુક્ષુને તે માટે નિત્ય સત્સમાગમનો આશ્રય કરવાની પરમપુરુષે શિક્ષા દીધી છે.
જ્યાં સુધી જીવને તે યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કંઈ પણ તેવા વૈરાગ્યને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુ જનનો સમાગમ તથા સલ્ફાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ, અને તે સ્મૃતિ પ્રવર્તનરૂપ કરવી જોઇએ; વારંવાર જીવ
આ વાત વીસરી જાય છે, અને તેથી ઇચ્છિત સાધન તથા પરિણતિને પામતો નથી. (પૃ. ૫૦૩) 0 લોકનો ભય મૂકી સપુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ દોષ જાય. જીવે મારાપણું લાવવું
નહીં. મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યક્ત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે.