________________
પરિચય (ચાલુ)
૩૪૬
પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો. (પૃ. ૨૧૯) એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે; તે ક્યો? અને કેવા પ્રકારે ? તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. લિ સમાં અભેદ. (પૃ. ૨૯૯) I આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. (પૃ. ૨૦૧) પ્રભાતમાં વહેલા ઊઠવાનો પરિચય રાખજો; એકાંતમાં સ્થિર બેસવાનો પરિચય રાખજો. (પૃ. ૩૩૫) વૈરાગ્ય ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ, સન્શાસ્ત્રનો પરિચય કરવો એ જીવને પરમ હિતકારી છે. બીજો પરિચય જેમ બને તેમ નિવર્તન યોગ્ય છે. (પૃ. ૪૧૪). ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્યરૂપે પોતાને દૃઢ માને છે; અને આર્યત્વને વિષે મતિ
કરતો નથી. (પૃ. ૨૮૭) T બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી
વિચારશે તેટલો જ્ઞાનીપુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે. (પૃ. ૪૪૯). D વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને
આત્મજોગ પ્રગટે. (પૃ. ૪૫૧) જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય નહીં, ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે; અને તેટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રી જિને નિજજ્ઞાનના પરિચય–પુરુષાર્થને વખાયો છે; તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમકે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે. અલ્પ કાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ દવા પડતા હોય તો તેને વેદીને પણ પરપરિચયથી શીઘપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. જ્ઞાનનું બળવાને તારતમ્યપણું થયે તો જીવને પરપરિચયમાં કદાપિ રવાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે; પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પરંપરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે, કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ
સ્થિતિનો અનુભવ થાય છે. (પૃ. ૪૨૧-૨) પરિણામ
પરિણામ = જળના દ્રવણસ્વભાવની પેઠે દ્રવ્યની કથંચિત્ અવસ્થાંતર પામવાની શક્તિ છે, તે અવસ્થાતરની વિશેષ ધારા, તે પરિણતિ. (પૃ. ૫૭૦). પરિણામ ત્રણ પ્રકારનાં છે : હાયમાન, વર્ધમાન અને સમવસ્થિત. પ્રથમનાં બે છબસ્થને હોય છે,