SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૯ પરમાર્થ (ચાલુ) | શાસ્ત્રો રચાયાં. (પૃ. ૬૮૮) રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂક્યું કંઈ જતું નથી, એવો પરમાર્થ વિચારી કોઇ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી. સમાગમમાં દીનપણે આવવું નહીં. (પૃ. ૩૭૭). પોતાના પક્ષને છોડી દઈ, જે સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય. (પૃ. ૫૨૮) પૂર્વે સદગુરુનો યોગ થવાની વાત સત્ય છે, પરંતુ ત્યાં આવે તેને સદ્ગુરુ જાણ્યા નથી, અથવા ઓળખ્યા નથી, પ્રતીત્યા નથી, અને તેની પાસે પોતાનાં માન અને મત મૂક્યાં નથી; અને તેથી સદ્ગુરુનો ઉપદેશ પરિણામ પામ્યો નહીં, અને પરમાર્થની પ્રાપ્તિ થઈ નહીં; એમ જો પોતાનો મત એટલે સ્વચ્છંદ અને કુળધર્મનો આગ્રહ દૂર કરીને સદુપદેશ ગ્રહણ કરવાનો કામી થયો હોત તો અવશ્ય પરમાર્થ પામત. (પૃ. ૫૩૦) 0 પરમાર્થમાં નીચેની વાર્તા વિશેષ ઉપયોગી છે. ૧. તરવાને માટે જીવે પ્રથમ શું જાણવું? ૨. જીવનું પરિભ્રમણ થવામાં મુખ્ય કારણ શું? ૩. તે કારણ કેમ ટળે? ૪. તે માટે સુગમમાં સુગમ એટલે થોડા કાળમાં ફળદાયક થાય એવો ક્યો ઉપાય છે? ૫. એવો કોઈ પુરુષ હશે કે જેથી એ વિષયનો નિર્ણય પ્રાપ્ત થાય? આ કાળમાં એવો પુરુષ હોય એમ તમે (શ્રી રેવાશંકરભાઈ તથા શ્રી ખીમજીભાઈ) ધારો છો? અને ધારો છો તો કેવાં કારણોથી? એવા પુરુષનાં કંઈ લક્ષણ હોય કે કેમ? હાલ એવો પુરુષ આપણને ક્યા ઉપાયે પ્રાપ્ત હોઈ શકે? 5. જો અમારા (પરમકૃપાળુદેવ) સંબંધી કંઈ પ્રસંગ આવે તો પૂછવું કે “મોક્ષમાર્ગની એમને પ્રાપ્તિ છે, એવી નિઃશંકતા તમને છે? અને હોય તો શું કારણોને લઈને ? પ્રવૃત્તિવાળી દશામાં વર્તતા હોય, તો પૂછવું કે, એ વિષે તમને વિકલ્પ નથી આવતો? એમને સર્વ પ્રકારે નિઃસ્પૃહતા હશે કે કેમ? કોઈ જાતના સિદ્ધિજોગ હશે કે કેમ? ૭. સત્પરુષની પ્રાપ્તિ થયે જીવને માર્ગ ન મળે એમ બને કે કેમ? એમ બને તો તેનું કારણ શું? જો જીવની “અયોગ્યતા” જણાવવામાં આવે તો તે અયોગ્યતા ક્યા વિષયની? ૮. ખીમજીને પ્રશ્ન કરવું કે તમને એમ લાગે છે કે આ પુરુષના સંગે યોગ્યતા આવ્યું તેની પાસેથી જ્ઞાનપ્રાપ્તિ હોય? (પૃ. ૨૮૧). કોઇ પણ જીવ પરમાર્થને ઇચ્છે અને વ્યાવહારિક સંગમાં પ્રીતિ રાખે, ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. (પૃ. ૩૨૧) ચિત્તમાં તમે પરમાર્થની ઇચ્છા રાખો છો એમ છે; તથાપિ તે પરમાર્થની પ્રાપ્તિને અત્યંતપણે બાધ કરવાવાળા એવા જે દોષ તે પ્રત્યે અજ્ઞાન, ક્રોધ, માનાદિના કારણથી ઉદાસ થઈ શકતા નથી અથવા તેની અમુક વળગણામાં રૂચિ વહે છે ને તે પરમાર્થને બાધ કરવાનાં કારણ જાણી અવશ્ય સર્પના વિષની પેઠે ત્યાગવા યોગ્ય છે. (પૃ. ૬૬૦)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy