________________
પરમાત્મા
૩૩૮
પરમાત્મા D ઘર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિજા છે, ઘર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ
જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇન્દ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ઘર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર (!) છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે
પરમાત્મા છે. (પૃ. ૨૨૩) |અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે
કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. (પૃ. ૭૯૮) I તપશ્ચર્યાવાન પ્રાણીને સંતોષ આપવો એ વગેરે સાધનો તે પરમાત્માના અનુગ્રહના કારણરૂપ હોય છે. તે
પરમાત્માના અનુગ્રહથી પુરુષ વૈરાગ્ય વિવેકાદિ સાધનસંપન્ન હોય છે. એ સાધને યુક્ત એવો યોગ્ય પુરુષ સદ્ગુરુની આજ્ઞાને સમુસ્થિત કરવાને યોગ્ય છે. એ સાધન જીવની પરમ જોગ્યતા અને એ જ પરમાત્માની પ્રાપ્તિનો સર્વોત્તમ ઉપાય છે. (પૃ. ૨૩૯). બહિરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્મપણું પ્રાપ્ત થવું જોઇએ. દૂધ ને પાણી જુદાં છે તેમ સપુરુષના આશ્રયે, પ્રતીતિએ દેહ અને આત્મા જુદા છે એમ ભાન થાય, અંતરમાં પોતાના આત્માનુભવરૂપે, જેમ દૂધ ને પાણી જુદાં થાય તેમ દેહ અને આત્મા જુદા લાગે ત્યારે પરમાત્માપણું પ્રાપ્ત થાય. જેને આત્માના વિચારરૂપી ધ્યાન છે, સતત નિરંતર ધ્યાન છે, આત્મા જેને સ્વપ્નમાં પણ જુદો જ ભાસે, કોઈ વખત જેને આત્માની ભ્રાંતિ થાય જ નહીં તેને જ પરમાત્માપણું થાય. (પૃ. ૭૧૨-૩) I અંતરાત્મપણે પરમાત્મસ્વરૂપ ધ્યાવે તો પરમાત્મા થાય. (પૃ. ૬૪૭) * T સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મસ્વરૂપ માને તો
તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજો મતભેદ કંઈ નથી. (પૃ. ૪૬૧). પરમાત્મા એમ કહે છે, કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારું છે એમ ન માનો, અને પ્રારબ્ધયોગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ
કઠણાઈ મેં મોકલી છે. અધિક શું કહેવું? એ એમ જ છે. (પૃ. ૨૭૭) 1 તેને મોહ શો, અને તેને શોક શો? કે જે સર્વત્ર એકત્વ(પરમાત્મસ્વરૂપ)ને જ જુએ છે. (પૃ. ૨૫) g સંબંધિત શિર્ષકો : અંતરાત્મા, આત્મા, મહાત્મા પરમાર્થ
D જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે
નહીં. એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો. પણ જીવ સમજે નહીં તેથી વિસ્તાર કરવો પડયો, જેમાંથી મોટાં