________________
૩૩૩
નિવૃત્તિ] નિર્વેદ |
નિર્વેદ = સંસારથી થાકી જવું તે – સંસારથી અટકી જવું તે. (પૃ. ૭૧૬) || જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ! હવે થોભ,
એ “નિર્વેદ'. (પૃ. ૨૨૬) નિવૃત્તિ
વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. (પૃ. ૬) જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઊછળે છે તેવાં શીલ, જ્ઞાનને માત્ર નામના દુ:ખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે; અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામ માત્ર સુખ તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે! અહો ચેતન ! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે ! નિહાળ !!! નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહા વૈરાગ્યને ધારણ કર, અને મિથ્યા કામભોગની પ્રવૃત્તિને બાળી દે ! (પૃ. ૪૯).
સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. (પૃ. ૨૨૯) 1 જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું કયારે સંભવે?
મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઇએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. (પૃ. ૨૬૨) ઉપાધિના યોગને લીધે શાસ્ત્રવાંચન જો ન થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઇ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે.
અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ રાખવાનું સ્મરણ રાખજો. (પૃ. ૨૨). T કોઈ પણ પ્રકારની પરમાર્થ સબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઇચ્છા કરવી નહીં; અર્થાત્ કંઈ પણ
પ્રકારના દિવ્યતેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઇચ્છા, મન કલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની છે. જેમ બને તેમ નિવૃત્તિ કરવી. (પૃ. ૩૧૮). 1 જેટલો બને તેટલો તમે કે બીજા તમ સંબંધી સત્સંગી નિવૃત્તિનો અવકાશ લેશો તે જ જીવને હિતકારી છે.
(પૃ. ૪૧૧). 2 અલ્પ કાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી નિવર્તવું જ ઘટે
છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પરપરિચયથી
શીuપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. (પૃ. ૪૨૧-૨) D “હે નાથ ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે,
અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર'. (પૃ. ૪૩૩-૪)