________________
નિર્મળતા
નિર્મળતા
D બાહ્ય વિષયોથી મુક્ત થઇ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય; નિર્મળ થાય. (પૃ. ૭૬૫)
નિર્વાણ
૩૩૨
D ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદૃષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઇને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા. (પૃ. ૨૨૮)
D નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો ઃ–
૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવો.
૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો.
૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો.
૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો.
૫. કોઇ એક સત્પુરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો.
એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનો. અધિક શું કહું ? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઇ નિર્વાણમાર્ગ મને સૂઝતો નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે - (સૂઝયું છે). (પૃ. ૨૨૯)
આપ પણ જાણો છો કે આ કાળમાં મનુષ્યોનાં મન માયિક સંપત્તિની ઇચ્છાવાળાં થઇ ગયાં છે. કોઇક વિરલ મનુષ્ય નિર્વાણમાર્ગની દૃઢ ઇચ્છાવાળું રહ્યું સંભવે છે, અથવા કોઇકને જ તે ઇચ્છા સત્પુરુષનાં ચરણસેવન વડે પ્રાપ્ત થાય તેવું છે. (પૃ. ૨૫૫)
અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સદ્ગુરુચરણના આશ્રયે કરી બોધબીજની પ્રાપ્તિ થઇ હોય એવા પુરુષને પણ સદ્ગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. (પૃ. ૪૮૬)
D મોહ(મિથ્યાત્વ)નો ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વીતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલો એવો ધીર, શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે. (પૃ. ૫૯૦)
સર્વ ઇચ્છાથી નિવર્તી નિઃસંગ અને નિર્મમત્વ થઇને જે સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે તે નિર્વાણને પ્રાપ્ત થાય. (પૃ. ૫૯૫)
— જ્ઞાનદર્શનનું ફળ યથાખ્યાતચારિત્ર, અને તેનું ફળ નિર્વાણ; તેનું ફળ અવ્યાબાધ સુખ. (પૃ. ૭૭૩) E સંબંધિત શિર્ષક : મોક્ષ