________________
અનંત (અસંખ્યાત) (ચાલુ)
८
તેમાં એક ઉમેરતાં જઘન્યમાં જઘન્ય અનંતુ થાય. (પૃ. ૭૪૯-૫૦)
Ū જેણે વડનું વૃક્ષ જોયું ના હોય તેવાને જો એમ કહેવામાં આવે કે આ રાઇના દાણા જેવડા વડના બીજમાંથી આશરે એક માઇલના વિસ્તારમાં સમાય એવું મોટું ઝાડ થઇ શકે છે તો તે વાત તેના માનવામાં ન આવતાં કહેનારને ઊલટા રૂપમાં લઇ જાય છે. પણ જેણે વડનું વૃક્ષ જોયું છે અને આ વાતનો અનુભવ છે તેને વડના બીજમાં ડાળ, મૂળ, પાન, શાખા, ફળ, ફૂલાદિવાળું મોટું વૃક્ષ સમાયું છે એ વાત માનવામાં આવે છે, પ્રતીત થાય છે.
પુદ્ગલ જે રૂપી પદાર્થ છે, મૂર્તિમંત છે તેના એક સ્કંધના એક ભાગમાં અનંતા ભાગ છે એ વાત પ્રત્યક્ષ હોવાથી માનવામાં આવે છે, પણ તેટલા જ ભાગમાં જીવ અરૂપી, અમૂર્તિમંત હોવાથી વધારે સમાઇ શકે છે. પણ ત્યાં અનંતાને બદલે અસંખ્યાતા કહેવામાં આવે તોપણ માનવામાં આવતું નથી, એ આશ્ર્ચર્યકારક વાત છે.
પ્રતીત થવા માટે અનેક નય, રસ્તા બતાવવામાં આવ્યા છે, જેથી કોઇ રીતે જો પ્રતીતિ થઇ તો વડના બીજની પ્રતીતિ માફક મોક્ષના બીજની સમ્યક્ત્વરૂપે પ્રતીતિ થાય છે; મોક્ષ છે એ નિશ્ચય થાય છે, એમાં કશો શક નથી. (પૃ. ૭૬૦-૧)
D સંબંધિત શિર્ષક : કર્મ-અનંત
અનાચાર
D શરીરને વ્યાધિ થવાથી જેને વ્યાકુળપણું થાય છે, અને જેનું કલ્પના માત્ર જ્ઞાન છે તે પોલું અધ્યાત્મજ્ઞાન માનવું. આવા કલ્પિત જ્ઞાની તે પોલા જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન માની અનાચાર સેવી બહુ જ રખડે છે. જો શાસ્ત્રનું ફળ ! (પૃ. ૭૩૨)
જ્યાં સુધી યથાર્થ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું ઠીક છે. નહીં તો અનાચાર દોષ લાગે છે. આ વિષય પરત્વે ‘ઉત્તરાધ્યયનસૂત્ર’માં ‘અનાચાર' નામે અધિકાર છે. (અધ્યયન ૢ) (પૃ. ૭૭૦)
અનાથ
D પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા સન્દેવ, સદ્ધર્મ અને સદ્ગુરુને જાણવા અવશ્યના છે. (પૃ. ૬૩)
અનાનુપૂર્વી
-
૧ ૨ ૩
૩ ૨
می
૨ ૧
૧
_” | જ
|” | | | જ
૧
૩
| مام
||||||
|||||
૫
૪
૫