________________
અનંત (અસંખ્યાત) | કેટલીક રીતે નિવૃત્તિને અર્થે, અને સત્સમાગમને અર્થે તે ઇચ્છા રાખો છો તે વાત લક્ષમાં છે; તથાપિ
એકલી જ જો તે ઇચ્છા હોય તો આ પ્રકારની અધીરજ આદિ હોવા યોગ્ય ન હોય. (પૃ. ૪૪૨) T સંબંધિત શિર્ષક: ધીરજ અધ્યવસાય
અધ્યવસાય = લેશ્યા પરિણામની કંઈક સ્પષ્ટપણે પ્રવૃત્તિ. (પૃ. ૫૭૦) 1 ઉપયોગ જીવ વગર હોય નહીં. જડ અને ચેતન એ બન્નેમાં પરિણામ હોય છે. દેહધારી જીવમાં
અધ્યવસાય વર્તાય, સંકલ્પ વિકલ્પ ઊભા થાય, પણ જ્ઞાનથી નિર્વિકલ્પપણું થાય. અધ્યવસાયનો ક્ષય જ્ઞાનથી થાય છે. ધ્યાનનો હેતુ એ જ છે. ઉપયોગ વર્તતો હોવો જોઇએ.
બહાર ઉપાધિ એ જ અધ્યવસાય. (પૃ. ૭૦૫). અધ્યાત્મી I ભાવઅધ્યાત્મ વિના અક્ષર(શબ્દ)અધ્યાત્મીનો મોક્ષ નથી થતો. જે ગુણો અક્ષરોમાં કહ્યા છે તે ગુણો
જો આત્મામાં પ્રવર્તે તો મોક્ષ થાય. પુરુષમાં ભાવઅધ્યાત્મ પ્રગટ છે. સટુરુષની વાણી સાંભળે તે દ્રવ્યઅધ્યાત્મી, શબ્દઅધ્યાત્મી કહેવાય છે. શબ્દઅધ્યાત્મીઓ અધ્યાત્મની વાતો કરે, અને મહા અનર્થકારક પ્રવર્તન કરે; આ કારણથી તેઓને જ્ઞાનદગ્ધ કહેવા. આવા અધ્યાત્મીઓ શુષ્ક અને અજ્ઞાની સમજવા. જ્ઞાની પુરુષરૂપી સૂર્ય પ્રગટું થયા પછી ખરા અધ્યાત્મીઓ શુષ્ક રીતે પ્રવર્તે નહીં, ભાવઅધ્યાત્મમાં પ્રગટપણે વર્તે. આત્મામાં ખરેખરા ગુણો ઉત્પન્ન થયા પછી મોક્ષ થાય. આ કાળમાં દ્રવ્યઅધ્યાત્મીઓ,
જ્ઞાનદગ્ધો ઘણા છે. દ્રવ્યઅધ્યાત્મી દેવળના ઈન્ડાના દ્રષ્ટાંતે મૂળ પરમાર્થ સમજતા નથી. (પૃ. ૭૦૪) અનન્ય |
અનન્ય' એટલે જેના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ. અનન્ય ભક્તિભાવ એટલે જેના જેવો બીજો
નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. (પૃ. ૨૬૮). | અનંત (અસંખ્યાત) | 0 એકથી અનંત છે; અનંત છે તે એક છે. (પૃ. ૩૦૩) [ અસંખ્યાતાને અસંખ્યાતા ગુણા કરતાં પણ અસંખ્યાત થાય, અર્થાત્ અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે.
એક આંગુલના અસંખ્યાત ભાગ–અંશ–પ્રદેશ તે એક આંગુલમાં અસંખ્યાત છે. લોકના પણ અસંખ્યાત પ્રદેશ છે. ગમે તે દિશાની સમશ્રેણિએ અસંખ્યાત થાય છે. તે પ્રમાણે એક પછી એક, બીજી, ત્રીજી સમશ્રેણિનો સરવાળો કરતાં જે સરવાળો થાય તે એક ગણું, બે ગણું, ત્રણ ગણું, ચાર ગણું થાય, પણ અસંખ્યાત ગણું ન થાય; પરંતુ એક સમશ્રેણિ જે અસંખ્યાત પ્રદેશવાળી છે તે સમશ્રેણિની દિશાવાળી સઘળી સમશ્રેણિઓ અસંખ્યાત ગુણી છે તે દરેક અસંખ્યાતાએ ગુણતાં, તેમજ બીજી દિશાની સમશ્રેણિ છે તેનો પણ ગુણાકાર તે પ્રમાણે કરતાં, ત્રીજી દિશાની છે તેનું પણ તે પ્રમાણે કરતાં અસંખ્યાત થાય. એ અસંખ્યાતાના ભાંગાને જ્યાં સુધી એકબીજાનો ગુણાકાર કરી શકાય ત્યાં સુધી અસંખ્યાતા થાય, અને તે ગુણાકારથી કોઈ ગુણાકાર કરવો બાકી ન રહે ત્યારે અસંખ્યાત પૂરું થઈ