SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ નવતત્ત્વ (ચાલુ) | તત્ત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે, તેમ જ સુશીલયુક્ત જે તત્ત્વજ્ઞાનને સેવે છે તે પુરુષ મહદ્ભાગી છે. એ નવતત્ત્વનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાવંત આચાર્યોના મહાન ગ્રંથોથી અવશ્ય મેળવવું; કારણ સિદ્ધાંતમાં જે જે કહ્યું છે, તે તે વિશેષ ભેદથી સમજવા માટે સહાયભૂત પ્રજ્ઞાવંત આયાર્યવિરચિત ગ્રંથો છે. એ ગુરુગમ્યરૂપ પણ છે. નય, નિક્ષેપા અને પ્રમાણભેદ નવતત્ત્વનાં જ્ઞાનમાં અવશ્યના છે; અને તેની યથાર્થ સમજણ એ પ્રજ્ઞાવંતોએ આપી છે. (પૃ. ૧૧૮) D સર્વજ્ઞ ભગવાને લોકાલોકના સંપૂર્ણ ભાવ જાણ્યા અને જોયા. તેનો ઉપદેશ ભવ્ય લોકોને કર્યો. ભગવાને અનંત જ્ઞાન વડે કરીને લોકાલોકનાં સ્વરૂપ વિષેના અનંત ભેદ જાણ્યા હતા, પરંતુ સામાન્ય માનવીઓને ઉપદેશથી શ્રેણિએ ચઢવા મુખ્ય દેખાતા નવ પદાર્થ તેઓએ દર્શાવ્યા. એથી લોકાલોકના સર્વ ભાવનો એમાં સમાવેશ આવી જાય છે. નિગ્રંથપ્રવચનનો જે જે સૂક્ષ્મ બોધ છે, તે તત્ત્વની દ્રષ્ટિએ નવતત્ત્વમાં સમાઈ જાય છે; તેમ જ સઘળા ઘર્મમતોના સૂક્ષ્મ વિચાર એ નવ તત્ત્વવિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અહિત ભગવાનનો પવિત્ર બોધ છે. એ અનંત શક્તિઓ ત્યારે પ્રફુલ્લિત થઇ શકે કે જ્યારે નવતત્ત્વવિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય. સુક્ષ્મ દ્વાદશાંગી જ્ઞાન પણ એ નવતત્ત્વ સ્વરૂપ જ્ઞાનને સહાયરૂપ છે. ભિન્ન ભિન્ન પ્રકારે એ નવતત્ત્વ સ્વરૂપ જ્ઞાનનો બોધ કરે છે; એથી આ નિઃશંક માનવા યોગ્ય છે કે નવતત્ત્વ જેણે અનંત ભાવ ભેદે જાયા તે સર્વજ્ઞ અને સર્વદર્શી થયો. એ નવતત્ત્વ ત્રિપદીને ભાવે લેવા યોગ્ય છે. હેય, શેય અને ઉપાદેય, એટલે ત્યાગ કરવા યોગ્ય, જાણવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય, એમ ત્રણ ભેદ નવતત્ત્વ સ્વરૂપના વિચારમાં રહેલા છે. પ્ર૭ જે ત્યાગવારૂપ છે તેને જાણીને કરવું શું? જે ગામ ન જવું તેનો માર્ગ શા માટે પૂછવો? ઉ૦ ત્યાગવારૂપ પણ જાણવા અવશ્ય છે. સર્વજ્ઞ પણ સર્વ પ્રકારના પ્રપંચને જાણી રહ્યા છે. ત્યાગવારૂપ વસ્તુને જાણવાનું મૂળતત્ત્વ આ છે કે જો તે જાણી ન હોય તો અત્યાજ્ય ગણી કોઈ વખત સેવી જવાય. એક ગામથી બીજે પહોંચતાં સુધી વાટમાં જે જે ગામ આવવાનાં હોય તેનો રસ્તો પણ પૂછવો પડે છે, નહીં તો જ્યાં જવાનું છે ત્યાં ન પહોંચી શકાય. એ ગામ જેમ પૂછયાં પણ ત્યાં વાસ કર્યો નહીં તેમ પાપાદિક તત્ત્વો જાણવાં પણ ગ્રહણ કરવાં નહીં. જેમ વાટમાં આવતાં ગામનો ત્યાગ કર્યો તેમ તેનો પણ ત્યાગ કરવો અવશ્યનો છે. (પૃ. ૧૧૮-૯) n નવતત્ત્વનું કાળભેદે જે સત્પરુષો ગુરુગમતાથી શ્રવણ, મનન અને નિદિધ્યાસનપૂર્વક જ્ઞાન કરે છે, તે સપુરુષો મહાપુણ્યશાળી તેમ જ ધન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુજ્ઞ પુરુષોને મારી વિનયભાવભૂષિત એ જ બોધ છે કે નવતત્ત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવાં. એ નવતત્ત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિઓને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરુગમતાથી એનું જ્ઞાન વિશેષ વૃદ્ધિમાન કરવું; એથી તેઓનાં પવિત્ર પંચમહાવ્રત દૃઢ થશે; જિનેશ્વરનાં વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે; મુનિવઆચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યકત્વનો ઉદય થશે; પરિણામે ભવાંત થઇ જશે. (પૃ. ૧૧૯) જે જે શ્રમણોપાસક નવતત્ત્વ પઠનરૂપે પણ જાણતા નથી તેઓએ અવશ્ય જાણવાં. જાણ્યા પછી બહુ મનન કરવાં. સમજાય તેટલા ગંભીર આશય ગુરુગમ્યતાથી સદ્ભાવે કરીને સમજવા. આત્મજ્ઞાન
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy