________________
| નમસ્કાર (ચાલુ)
૩૧ ૨ T નિરાગી મહાત્માઓને નમસ્કાર. (પૃ. ૧૮૩) I જેને કોઇપણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર. (પૃ. ૬૦૪). દીર્ધકાળની જેની સ્થિતિ છે, તેને અલ્પકાળની સ્થિતિમાં આણી, જેમણે કર્મક્ષય કર્યો છે, તે મહાત્માઓને નમસ્કાર. (પૃ. ૬૦૯)
જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. (પૃ. ૬૪૨) | શ્રી જિન વીતરાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. (પૃ. ૪૬૦) | શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ
પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડમાર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. (પૃ.૪૬૦) શ્રી વીતરાગને પરમભક્તિએ નમસ્કાર. (પૃ. ૪૫૦)
શ્રીમદ્ વીતરાગને નમસ્કાર. (પૃ. ૪૭૩) D પ્રત્યક્ષ પરમ ઉપકારી હોવાથી તથા સિદ્ધપદના બતાવનાર પણ તેઓ હોવાથી સિદ્ધ કરતાં અહંતને પ્રથમ
નમસ્કાર કર્યો છે. (પૃ. ૬૦૧) જે સત્પષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે. તે વચનના કહેનાર એવા સત્પરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે; કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો. પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો! જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગ શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે. તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્યરુષના ઉપકારને
સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો ! (પૃ. ૩૯૫-૪) 7 શ્રી સત્વરુષને નમસ્કાર. (પૃ. ૪૩૩)
દેહાભિમાનરહિત એવા પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. (પૃ. ૪૯૧) | ભુજાએ કરી જે સ્વયંભૂરમણ સમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સત્પરુષોને નિષ્કામ ભક્તિથી