________________
૩૧૧
નમસ્કાર
નમસ્કાર
ૐ જિનાય નમો નમઃ શ્રી સદ્ગુરવે. (પૃ. ૫૯૨) 3ૐ સર્વજ્ઞાય નમઃ (પૃ. ૫૯૯) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગપુરુષનો મૂળમાર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની
એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. (પૃ. ૩૫૭) 1 અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ તેનાં નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી
ખોલ્યાં તે શ્રી સદ્દગુરુને નમસ્કાર. (પૃ. ૬૭૯) D જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે
ભવિષ્યકાળ ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુ:ખ પામત તે મૂળ જેણે છેવું એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. (પૃ. ૫૨૬) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. (પૃ. ૩૯૪) જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે. તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં પુરુષને વિષે જેનાં વચનથી ભકિત ઉત્પન્ન થઇ છે, તે તીર્થંકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્રળ શ્રદ્ધા ઉત્પન્ન થઇ તે તીર્થકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યોગાદિક અનેક સાધનોનો
બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઇ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો - ઉદ્દેશ છે, તે તીર્થકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ. (પૃ. ૩૬૬).
જે તીર્થકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે, તે તીર્થકરને અત્યંત ભકિતએ નમસ્કાર હો ! (પૃ. ૪૬૮) D અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભસ્વામીને નમો નમઃ (પૃ. ૬૫૯)
પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર. (પૃ. ૧૬૯) સૂક્ષ્મસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષો તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કાર હો ! (પૃ. ૫૦૭) જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! ! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને
નમસ્કાર હો ! નમસ્કાર હો ! ! (પૃ. ૪૯૪) D નિગ્રંથ મહાત્માઓને નમસ્કાર. (પૃ. ૧૮૨)