________________
[દીક્ષા (ચાલુ)
૨૭૪ મહતુ પુરુષના યોગે યથાપ્રસંગે તેમ કરવું યોગ્ય છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી; અને જીવ તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ બ્રાંતિએ પ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે; અથવા તો તેથી વિશેષ અંતરાય પડે એવો જોગ ઉપાર્જન કરે છે. માટે હાલ તો તમારો (શ્રી મણિલાલભાઈનો) તે ક્ષોભ યોગ્ય જાણીએ છીએ. મતાગ્રહ વિષે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે; અને હાલ તો ગૃહસ્થઘર્મને અનુસરવું પણ યોગ્ય છે. પોતાના હિતરૂપ જાણી કે સમજીને આરંભપરિગ્રહ સેવવા યોગ્ય નથી; અને આ પરમાર્થ વારંવાર વિચારી સસ્પ્રંથનું વાંચન, શ્રવણ, મનનાદિ કરવા યોગ્ય છે. (પૃ. ૩૫૨) 0 દીક્ષા લેવા વારંવાર ઇચ્છા થતી હોય તોપણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી, અને કલ્યાણ શું અને તે કેમ
હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. એ પ્રકારમાં અનંતકાળ થયાં ભૂલ થતી આવી છે,
માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે. (પૃ. ૩૫૦) 1 દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવાં વાક્ય તીર્થંકરદેવ કહેતા નહોતા. તેનો હેતુ એક એ પણ હતો કે એમ
કહેવું એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકરદેવ આવા વિચારથી વત્ય છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ તે માત્ર શિષ્યર્થ છે, આત્માર્થ નથી. (પૃ. ૩૬૪) જે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પોતે દીક્ષિત થયા હોય, તે મતમાં જ દીક્ષિત પુરુષોનું મચ્યા રહેવું થાય છે. દીક્ષિતમાં પણ ભદ્રિકતાને લીધે કાં તો દીક્ષા, કાં તો ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તો સ્મશાનવૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ ફુરણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશો, અને દેખશો તો તે મતથી કંટાળી વીતરાગદેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે. (પૃ. ૧૭૨) જે અધિકારી સંસારથી વિરામ પામી મુનિશ્રીનાં ચરણકમળ યોગે વિચરવા ઇચ્છે છે, તે અધિકારીને દીક્ષા આપવામાં મુનિશ્રીને બીજો પ્રતિબંધનો કંઈ હેતુ નથી. તે અધિકારીએ વડીલોનો સંતોષ સંપાદન કરી આજ્ઞા મેળવવી યોગ્ય છે, જેથી મુનિશ્રીનાં ચરણકમળમાં દીક્ષિત થવામાં બીજો વિક્ષેપ ન રહે. આ અથવા બીજા કોઈ અધિકારીને સંસારથી ઉપરામવૃત્તિ થઈ હોય અને તે આત્માર્થસાધક છે એવું જણાતું હોય તો તેને દીક્ષા આપવામાં મુનિવરો અધિકારી છે. માત્ર ત્યાગનાર અને ત્યાગ દેનારના
શ્રેયનો માર્ગ વૃદ્ધિમાન રહે એવી દ્રષ્ટિથી તે પ્રવૃત્તિ જોઇએ. (પૃ. ૬૫૮). દુનિયા | પ્ર દુનિયાની છેવટ શી સ્થિતિ થશે? ઉ૦ કેવળ મોક્ષરૂપે સર્વ જીવની સ્થિતિ થાય કે કેવળ આ દુનિયાનો નાશ થાય, તેવું બનવું મને
પ્રમાણરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કોઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય, તો કોઈ વર્ધમાન થાય, પણ તે એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે. તે પરથી અને ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવું સંભવિત લાગે છે કે. કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા યોગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એવો અર્થ નથી. (પૃ. ૪૩૦)