SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ દીક્ષા આનંદ અને ચૈતન્યમાં શ્રી કપિલદેવજીએ વિરોધ કહ્યો છે તેનું શું સમાધાન છે? યથાયોગ્ય સમાધાન વેદાંતમાં જોવામાં આવતું નથી. આત્મા નાના વિના બંધ, મોક્ષ હોવા યોગ્ય જ નથી. તે તો છે; એમ છતાં કલ્પિત કહેવાથી પણ ઉપદેશાદિ કાર્ય કરવા યોગ્ય ઠરતાં નથી. (પૃ. ૮૧૫). દર્શન, સાંખ્ય | I સાંખ્ય કહે છે કે બુદ્ધિ જડ છે. પતંજલિ, વેદાંત એમ જ કહે છે. જિન કહે છે કે બુદ્ધિ ચેતન છે. વેદાંત કહે છે કે આત્મા એક જ છે. જિન કહે છે કે આત્મા અનંત છે. જાતિ એક છે. સાંખ્ય પણ તેમ જ કહે છે. પતંજલિ પણ તેમ જ કહે છે. પતંજલિ કહે છે કે નિયમુક્ત એવો એક ઇશ્વર હોવો જોઇએ. સાંખ્ય ના કહે છે. જિન ના કહે છે. (પૃ. ૮૦૨-૩). | સાંખ્યાદિ દર્શને બંધમોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું. (પૃ. ૪૬૩) દશબોલ 1 વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણપ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા કેટલાક ભાવની પણ જિનાગમમાં તથા તેના આશ્રયને ઇચ્છતા એવા આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે. કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, પૂર્વજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, લાયક સમકિત અને પુલાક લબ્ધિ એ ભાવો મુખ્ય કરીને વિચ્છેદ કહ્યા છે. (પૃ. ૫૦૩) T જિનનાં કહેલાં શાસ્ત્રો જે ગણાય છે, તેને વિષે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળજ્ઞાનાદિ દશ બોલ છે; અને તે દશ બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિષે “સર્વથા મુક્તપણું ન હોય” એમ બતાવવાનો છે. તે દશ બોલ પ્રાપ્ત હોય, અથવા એક બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમશરીરી જીવ કહેવો ઘટે એમ જાણી, તે વાત વિચ્છેદરૂપ ગણી છે, તથાપિ તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી, એમ અમને ભાસે છે, એમ જ છે. કારણ કે ક્ષાયિક સમકિતનો એને વિષે નિષેધ છે, તે ચરમશરીરીને જ હોય એમ તો ઘટતું નથી; અથવા તેમ એકાંત નથી. મહાભાગ્ય એવા શ્રેણિક ક્ષાયિક સમકિતી છતાં ચરમશરીરી નહોતા એવું તે જ જિનશાસ્ત્રોને વિષે કથન છે. જિનકલ્પીવિહાર વ્યવચ્છેદ. એમ શ્વેતાંબરનું કથન છે; દિગંબરનું કથન નથી, “સર્વથા મોક્ષ થવો' એમ આ કાળે બને નહીં એમ બેયનો અભિપ્રાય છે; તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. ચરમશરીરપણે જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવનયે ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું કહીએ ? એ કેવળ એકાંત નથી. કદાપિ એકાંત હો તોપણ આગમ જેણે ભાખ્યાં છે. તે જ આશયી સત્પરુષે કરી તે ગમ્ય કરવા યોગ્ય છે. અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે. (પૃ. ૩૫૪) દીક્ષા T ક્રોધાદિ અનેક પ્રકારના દોષો પરિક્ષીણ પામી ગયાથી, સંસારત્યાગરૂપ દીક્ષા યોગ્ય છે, અથવા તો કોઈ
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy