________________
તૃષ્ણા (ચાલુ)
૨૫૮ ધર્મધ્યાન કરીશું એવો વિચાર પણ રાખે તો નિયમમાં અવાય. (પૃ. ૭૨૭) | તૃષ્ણા કેમ ઘટે? લૌકિક ભાવમાં મોટામાં મૂકી દે તો. “ઘર-કુટુંબ આદિને મારે શું કરવું છે? લૌકિકમાં
ગમે તેમ હોય, પણ મારે તો મોટાઈ મૂકી ગમે તે પ્રકારે તૃષ્ણા ઘટે તેમ કરવું છે', એમ વિચારે તો તૃષ્ણા ઘટે, મોળી પડે. (પૃ. ૭૩૩) : ભોગમાં અનાસકિત થાય, તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. લૌકિક માન આદિનું તુચ્છપણે સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે; અને તેથી તેની ઇચ્છા સહેજે મોળી પડી જાય, એમ યથાર્થ ભાસે છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તોપણ મુમુક્ષુને તે ઘણું છે, કેમકે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ (કારણ) નથી; એમ જ્યાં સુધી નિશ્રામાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાનાપ્રકારે આવરણ કર્યા કરે લૌકિક વિશેષતામાં કંઇ સારભૂતતા જ નથી, એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તોપણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તોપણ મુમુક્ષુ જીવ આર્તધ્યાન ઘણું કરીને થવા ન દે, અથવા થયે તે પર વિશેષ ખેદ કરે, અને આજીવિકામાં ગુટતું યથા ધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. એ આદિ પ્રકારે વર્તતાં તૃષ્ણાનો પરાભવ (ફીણ) થવા યોગ્ય દેખાય છે. (પૃ. ૫૧૬) છે. ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાનથયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાન કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું
કરીને ઉત્પન્ન જ ન થાય. (પૃ. ૫૧૬). I ચક્રવર્તીને ઉપદેશ કરવામાં આવે તો તે ઘડીકમાં રાજ્યનો ત્યાગ કરે પણ ભિક્ષુકને અનંત તૃષ્ણા હોવાથી
તે પ્રકારનો ઉપદેશ તેને અસર કરે નહીં. (પૃ. ૭૭૮) તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી; સંતોષવાળો જીવ સદા સુખી. (પૃ. ૭૨) | સંબંધિત શિર્ષકોઃ લોભ, સંતોષ ત્યાગ I આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે.
તે તાદાત્મઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્ભાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. (પૃ. ૪૫૨).
સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. (પૃ. ૧૫૮) T સદા ત્યાગવા યોગ્ય શું? અકાર્ય કામ. (પૃ. ૧૫) D ત્યાગ ઉપર હંમેશા લક્ષ રાખવો. ત્યાગ મોળો રાખવો નહીં. શ્રાવકે ત્રણ મનોરથ ચિંતવવા. સત્યમાર્ગને
આરાધન કરવા માટે માયાથી દૂર રહેવું. ત્યાગ કર્યા જ કરવો. (પૃ. ૭૦૬) જે જીવ આભેચ્છા રાખે છે તે નાણાને નાકના મેલની પેઠે ત્યાગે છે. (પૃ. ૭૨૯)