________________
૨૫૭
તૃષ્ણા
જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે, સ્વચ્છંદપણે, કામનાએ કરી, રસ કરી, જ્ઞાનીનાં વચનની ઉપેક્ષા કરી, “અનુપયોગપરિણામી' થઈ સંસારને ભજે છે, તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે, એમ
કહેવાનો તીર્થંકરનો આશય છે. (પૃ. ૩૫૫) 3 સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા
જ્ઞાનીપરષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થંકર કહે છે. જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપરાને ભજે છે. જેને જ્ઞાનીપુરષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થકર કહે છે. (પૃ. ૩૭૩) સંબંધિત શિર્ષકો : અહંત, ઇશ્વર, જિન, દેવ, ભગવાન, મહાત્મા, મોટાપુરુષ, વીતરાગ, સદેવ, સત્યરુષ, સિદ્ધ
સદા યૌવનવંત કોણ? તૃષ્ણા (લોભદશા), (પૃ. ૧૫) D રાત્ય સંતોષ જેવું નિરૂપાધિ સુખ, એકકે નથી. એમ વિચારતાં વિચારતાં તૃષ્ણા શમાવવાથી તે “પલનાં
અનેક આવરણ ક્ષય થયાં. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત અને બહુ વિવેકશીલ થયું. વિવેકમાં ને વિવેકમાં ઉત્તમ જ્ઞાન વડે તે રવાત્માનો વિચાર કરી શક્યો. અપૂર્વશ્રેણિએ ચઢી. તે કેવલ્યજ્ઞાનને પામ્યો કહેવાય છે. તૃષ્ણા કેવી કનિષ્ઠ વસ્તુ છે ! જ્ઞાનીઓ એમ કહે છે કે તૃષ્ણા આકાશના જેવી અનંત છે. નિરંતર તે નવયૌવન રહે છે. કંઈક ચાહના જેટલું મળ્યું એટલે ચાહનાને વધારી દે છે. સંતોષ એ જ કલ્પવૃક્ષ છે; અને એ જ માત્ર મનોવાંછિતતા પૂર્ણ કરે છે. (પૃ. ૯૩) તૃષ્ણાને શમાવું. (પૃ. ૧૩૮) બનતાં સુધી તૃષ્ણા ઓછી કરવી જોઇએ. જન્મ, જરા, મરણ, કોનાં છે? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું. (પૃ. ૪૫૫). 1 તૃષ્ણા જેમ બને તેમ પાતળી પાડવી. વિચાર કરી કરીને તૃષ્ણા ઓછી કરવી. આ દેહને પચાસ રૂપિયાનો
ખર્ચ જોઇએ તેને બદલે હજારો લાખોની ચિંતા કરી તે અગ્નિએ આખો દિવસ બળ્યા કરે છે. બાહ્ય ઉપયોગ તૃષ્ણાની વૃદ્ધિ થવાનું નિમિત્ત છે. જીવ મોટાઈને લીધે તૃષ્ણા વધારે છે. તે મોટાઈ રાખીને મુકતપણું થતું નથી. જેમ બને તેમ મોટાઇ, તૃષ્ણા પાતળાં પાડવાં. નિર્ધન કોણ? ધન માગે, ઇચ્છે તે નિર્ધન; જે ન માગે તે ધનવાન છે. જેને વિશેષ લક્ષ્મીની તૃષ્ણા તેની દુઃખધા, બળતરા છે, તેને જરા પણ સુખ નથી. લોક જાણે છે કે શ્રીમંત સુખી છે, પણ વસ્તુતઃ તેને રોમે
રોમે બળતરા છે. માટે તૃષ્ણા ઘટાડવી. (પૃ. ૭૨૨-૩) - D તૃષ્ણા ઓછી કરવી, કારણ કે તે એકાંત દુઃખદાયી છે. જેમ ઉદય હશે તેમ બનશે; માટે તૃષ્ણા અવશ્ય
ઓછી કરવી. (પૃ. ૭૨૩). આયુષનાં આટલાં વર્ષે ગયાં તોપણ લોભ કાંઈ ઘટયો નહીં; ને કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં; ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહીં; ને તૃષ્ણા કરી હોય તેથી કર્મ બંધાય. અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય, જેમ કે દશ હજાર રૂપિયાની તો સમતા આવે. આટલું મળ્યા પછી