________________
૨૨૩
જ્ઞાન, કેવળ (ચાલુ) તેની ઉત્તર પ્રકૃતિમાં એક ચક્ષુદર્શનાવરણીય છે. તે ક્ષય થયા બાદ કેવળજ્ઞાન ઊપજે. અથવા જન્માઘપણાનું કે અધપણાનું આવરણ ક્ષય થયેથી કેવળજ્ઞાન ઊપજે. અચક્ષુદર્શન આંખ સિવાયની બીજી ઇન્દ્રિયો અને મનથી થાય છે. તેનું પણ જયાં સુધી આવરણ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન ઊપજતું નથી, તેથી જેમ ચક્ષુ માટે છે તેમ બીજી ઇન્દ્રિયોને માટે પણ જણાય છે. (પૃ. ૭૬૦) D “કેવળજ્ઞાનદર્શનને વિષે ગયા કાળ અને આવતા કાળના પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે.
તેમ જ દેખાય કે બીજી રીતે ?' તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો :વર્તમાનમાં વર્તમાનપદાર્થ જેમ દેખાય છે, તેમ ગયા કાળના પદાર્થ ગયા કાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાન કાળમાં દેખા" છે; અને આવતા કાળમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે તે સ્વરૂપપણે વર્તમાનકાળમાં દેખાય છે. ભૂતકાળે જે જે પર્યાય પદાર્થે ભજ્યા છે, તે કારણપણે વર્તમાનમાં પદાર્થને વિષે રહ્યા છે, અને ભવિષ્યકાળમાં જે જે પર્યાય ભજશે તેની યોગ્યતા વર્તમાનમાં પદાર્થને વિષે રહી છે. તે કારણ અને યોગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવળજ્ઞાનીને વિષે યથાર્થ સ્વરૂપે હોઈ શકે. જોકે
આ પ્રશ્ન પ્રત્યે ઘણા વિચાર જણાવવા યોગ્ય છે. (પૃ.૪૮૦). T સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને હોય એમ જિનાગમનો હાલ રૂઢિઅર્થ છે; બીજાં દર્શનમાં એવો મુખ્યર્થ નથી, અને જિનાગમથી તેવો મુખ્યાર્થ લોકોમાં હાલ પ્રચલિત છે. તે જ કેવળજ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે. જે બધા અત્રે લખી શકવાનું બની શક્યું નથી. તેમ જે વિરોધ લખ્યા છે તે પણ વિશેષ વિસ્તારથી લખવાનું બન્યું નથી, કેમકે તે યથાવસરે લખવા યોગ્ય લાગે છે. જે લખ્યું છે તે ઉપકારવૃષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશો. યોગધારીપણું એટલે મન, વચન અને કાયાસહિત સ્થિતિ હોવાથી આહારાદિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયોગાંતર થવાથી કંઈ પણ વૃત્તિનો એટલે ઉપયોગનો તેમાં નિરોધ થાય. એક વખતે બે ઉપયોગ કોઇને વર્તે નહીં એવો સિદ્ધાંત છે; ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીનો ઉપયોગ કેવળજ્ઞાનના ક્ષેય પ્રત્યે વર્તે નહીં, અને જો એમ બને તો કેવળજ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિહત થયું ગણાય. અત્રે કંદાપિ એમ સમાધાન કરીએ કે, આરસી વિષે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય છે, કેવળજ્ઞાની તેમાં ઉપયોગ દઈને જાણે છે એમ નથી, સહજસ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે; માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે, તો ત્યાં પ્રશ્ન થવા યોગ્ય છે કે : આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી, અને અત્રે તો કેવળજ્ઞાનીને તેનું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપયોગ સિવાય આત્માનું બીજું એવું ક્યું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપયોગ પ્રવર્તી હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય જોય આત્મા તેથી જાણે ?' સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળીને હોય તે કેવળી “સિદ્ધ'ને કહીએ તો સંભવિત થવા યોગ્ય ગણાય; કેમકે તેને યોગધારીપણું કહ્યું નથી. આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે, તથાપિ યોગધારીની અપેક્ષાથી સિદ્ધને વિષે તેવા કેવળજ્ઞાનની માન્યતા હોય, તો યોગરહિતપણું હોવાથી તેમાં સંભવી શકે છે, એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે. સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી. જેકે જિનાગમના રૂઢિઅર્થ પ્રમાણે જોતાં તો “દેહધારી કેવળી” અને “સિદ્ધ'ને વિષે કેવળજ્ઞાનનો ભેદ થતો નથી. બેયને સર્વ દેશકાળાદિનું સંપૂર્ણ જ્ઞાન હોય એમ રૂઢિઅર્થ છે. બીજી અપેક્ષાથી જિનાગમ જોતાં