________________
જ્ઞાન, કેવળ (ચાલુ)
૨૨૨
ત્યાગ કરે તો કેવળજ્ઞાન પામે નહીં. કેવળજ્ઞાન સુધી દશા પામવાનો હેતુ શ્રુતજ્ઞાનથી થાય છે. (પૃ. ૫૬૭)
D કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે; અર્થાત્ બારમા ક્ષીણમોગુણસ્થાનક પર્યંત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યે ‘કેવળજ્ઞાન' ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે; એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે. (પૃ. ૫૭૦)
જેને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનની અંશે પણ ખબર નથી તે જીવ કેવળજ્ઞાનનું સ્વરૂપ જાણવા ઇચ્છે તે શી રીતે બની શકવા યોગ્ય છે ? અર્થાત્ બની શકવા યોગ્ય નથી.
મતિ સ્ફુરાયમાન થઇ જણાયેલું જે જ્ઞાન તે ‘મતિજ્ઞાન’, અને શ્રવણ થવાથી થયેલું જે જ્ઞાન તે ‘શ્રુતજ્ઞાન’; અને તે શ્રુતજ્ઞાનનું મનન થઇ પ્રગમ્યું ત્યારે તે પાછું મતિજ્ઞાન થયું, અથવા તે ‘શ્રુતજ્ઞાન' પ્રગમ્યાથી બીજાને કહેવામાં આવ્યું ત્યારે તે જ કહેનારને વિષે મતિજ્ઞાન અને સાંભળનારને માટે શ્રુતજ્ઞાન થાય છે. તેમ ‘શ્રુતજ્ઞાન’ મતિ વિના થઇ શકતું નથી; અને તે જ મતિ પૂર્વે શ્રુત હોવું જોઇએ. એમ એકબીજાને કાર્યકારણનો સંબંધ છે. તેના ધણા ભેદ છે, તે સર્વે ભેદને જેમ જોઇએ તેમ હેતુસહિત જાણ્યા નથી. હેતુસહિત જાણવા, સમજવા એ દુર્ઘટ છે.
અને ત્યાર પછી આગળ વધતાં અવધિજ્ઞાન, જેના પણ ઘણા ભેદ છે, ને જે સઘળા રૂપી પદાર્થને જાણવાના વિષય છે તેને, અને તે જ પ્રમાણે મન:પર્યવના વિષય છે તે સઘળાઓને કંઇ અંશે પણ જાણવા સમજવાની જેને શકિત નથી એવાં મનુષ્યો પર અને અરૂપી પદાર્થના સઘળા ભાવને જાણનારું એવું જે ‘કેવળજ્ઞાન’ તેના વિષે જાણવા, સમજવાનું પ્રશ્ન કરે તો તે શી રીતે સમજી શકે ? અર્થાત્ ન સમજી શકે. (પૃ. ૭૪૪)
D ૫૨માવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.
અનાદિ અનંતકાળનું, અનંત એવા અલોકનું ? ગણિતથી અતીત અથવા અસંખ્યાતથી પર એવો જીવસમૂહ, ૫૨માણુસમૂહ અનંત છતાં અનંતપણાનો સાક્ષાત્કાર થાય તે ગણિતાતીતપણું છતાં શી રીતે સાક્ષાત્ અનંતપણું જણાય ? એ વિરોધની શાંતિ ઉપર કહ્યાં તે રહસ્યથી થવા યોગ્ય સમજાય છે.
વળી કેવળજ્ઞાન નિર્વિકલ્પ છે, ઉપયોગનો પ્રયોગ કરવો પડતો નથી. સહજ ઉપયોગ તે જ્ઞાન છે; તે પણ રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.
કેમકે પ્રથમ સિદ્ધ કોણ ? પ્રથમ જીવપર્યાય ક્યો ? પ્રથમ પરમાણુપર્યાય ક્યો ? એ કેવળજ્ઞાનગોચર પણ અનાદિ જ જણાય છે; અર્થાત્ કેવળજ્ઞાન તેની આદિ પામતું નથી, અને કેવળજ્ઞાનથી કંઇ છાનું નથી એ બે વાત પરસ્પર વિરોધી છે, તેનું સમાધાન પરમાવધિની અનુપ્રેક્ષાથી તથા સહજ ઉપયોગની અનુપ્રેક્ષાથી સમજાવા યોગ્ય રસ્તો દેખાય છે. (પૃ. ૮૧૧-૨)
— દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઇક સ્રાધન થશે. (પૃ. ૪૬૦)
D. કેવળજ્ઞાન છે તે આત્મપ્રત્યક્ષ છે અથવા અતીન્દ્રિય છે. અંધપણું છે તે ઇન્દ્રિય વડે દેખવાનો વ્યાઘાત છે. તે વ્યાઘાત અતીન્દ્રિયને નડવા સંભવ નથી.
ચાર ઘનઘાતી કર્મ નાશ પામે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. તે ચાર ઘનઘાતીમાં એક દર્શનાવરણીય છે.