________________
જીવનાં પ્રકાર (ચાલુ)
૨૦૪ ૧. આ જગોએ એમ દ્રષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડાં જ લીધા અને બીજું ન લીધું તે પ્રકારના એક જીવ
છે; કે જેણે લૌકિકકર્મો કરતાં જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં; દર્શન પણ કર્યા નહીં; એથી તેનાં જન્મ
જરા મરણ પણ ટળ્યાં નહીં; ગતિ પણ સુધરી નહીં. ૨. સુખડ લીધી અને કાષ્ઠ મૂકી દીધાં ત્યાં દૃષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા,
દર્શન કર્યા તેથી તેની ગતિ સારી થઈ. ૩. સોનું આદિ લીધું તે દૃષ્ટાંત એમ ઘટાવવું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે તેને દેવગતિ
પ્રાપ્ત થઈ. ૪. રત્નચિંતામણિ જેણે લીધો તે દૃષ્ટાંત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ તે
જીવ ભવમુક્ત થયો. એક વન છે. તેમાં માહાલ્યવાળા પદાર્થો છે. તેનું જે પ્રકારે ઓળખાણ થાય તેટલું માહાભ્ય લાગે, અને તે પ્રમાણમાં તે રહે. આ રીતે જ્ઞાની પુરુષરૂપી વન છે. જ્ઞાનીપુરુષનું અગમ્ય, અગોચર માહાલ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું માહાસ્ય લાગે; અને તે તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય. (પૃ. ૯૦) I એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર પ્રકારથી, પાંચ પ્રકારથી અને છ પ્રકારથી જીવતત્ત્વ
સમજી શકાય છે. સર્વ જીવને ઓછામાં ઓછો શ્રુતજ્ઞાનનો અનંતમો ભાગ પ્રકાશિત રહેલો હોવાથી સર્વ જીવ ચૈતન્યલક્ષણે એક જ પ્રકારના છે. ત્રસ એટલે તડકામાંથી છાંયામાં આવે, છાંયામાંથી તડકામાં આવે, ચાલવાની શક્તિવાળાં હોય, ભય દેખીને ત્રાસ પામતાં હોય તેવી એક જાતિ; અને બીજાં એક જ સ્થળે સ્થિતિવાળાં હોય તેવી જાતના જીવની સ્થાવર નામની જાતિ; એમ બે પ્રકારે સર્વ જીવ સમજી શકાય છે. સર્વ જીવને વેદથી તપાસી જોઈએ તો સ્ત્રી, પુરુષ કે નપુંસક તેમાં તેઓનો સમાવેશ થાય છે. કોઈ સ્ત્રીવેદમાં, કોઈ પુરુષવેદમાં અને કોઈ નપુંસકવેદમાં હોય છે. એ સિવાય ચોથો વેદ નહીં હોવાથી ત્રણ પ્રકારે વેદષ્ટિએ સર્વ જીવ સમજી શકાય છે. કેટલાક જીવ નરકગતિમાં, કેટલાક તિર્યંચગતિમાં, કેટલાક મનુષ્યગતિમાં અને કેટલાક દેવગતિમાં, એમ જીવો રહેલા છે. એ સિવાય પાંચમી સંસારી ગતિ નહીં હોવાથી જીવો ચાર પ્રકારે સમજી શકાય છે.
(અપૂર્ણ) (પૃ. ૧૬૩-૪) || એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર ગતિના પ્રકારથી, પાંચ ગુણોની મુખ્યતાથી, છકાયના
પ્રકારથી, સાત ભંગના ઉપયોગ પણાથી, આઠ ગુણ અથવા આઠ કર્મરૂપ ભેદથી, નવ તત્ત્વથી, અને દશ
સ્થાનકથી જીવનું નિરૂપણ છે. (પૃ. ૫૯૦) જીવના લક્ષણ
જીવલક્ષણ : ચૈતન્ય જેનું મુખ્ય લક્ષણ છે, દેહ પ્રમાણ છે, અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે અસંખ્યાત પ્રદેશતા લોકપરિમિત છે, પરિણામી છે, અમૂર્ત છે, અનંત અગુરુલઘુ પરિણત દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય છે; કર્તા છે, ભોક્તા છે, અનાદિ સંસારી છે, ભવ્યત્વ લબ્ધિ પરિપાકાદિથી મોક્ષસાધનમાં પ્રવર્તે છે. મોક્ષ થાય છે. મોક્ષમાં સ્વપરિણામી છે. (પૃ. ૫૮૩)