________________
જીવનાં પ્રકાર (ચાલુ)
સ્થાવરઃ.જે સ્થળે દેહ ધારણ કર્યો છે, તે જ સ્થળે સ્થિતિમાન, અથવા ભયાદિ કારણ જાણી નાસી જવા વગેરેની સમજણશકિત જેમાં નથી તે.
૨૦૧
અથવા એકેન્દ્રિયથી માંડી પાંચ ઇન્દ્રિય સુધીનાં પ્રાણીઓ છે. એકેન્દ્રિય પ્રાણીઓ સ્થાવર કહેવાય, અને બે ઇન્દ્રિયવાળાં પ્રાણીથી માંડીને પાચ ઇન્દ્રિયવાળાં પ્રાણી સુધીનાં ત્રસ કહેવાય. પાંચ ઉપરાંત કોઇ પણ પ્રાણીને ઇન્દ્રિય હોતી નથી. (પૃ. ૫૮૩)
કોઇએક જીવો કર્મનું ફળ વેદે છે, કોઇએક જીવો કર્મબંધકર્તૃત્વ વેદે છે; અને કોઇએક જીવો માત્ર શુદ્ધ જ્ઞાનસ્વભાવ વેદે છે; એમ વેદકભાવથી જીવરાશિના ત્રણ ભેદ છે.
સ્થાવરકાયના જીવો પોતપોતાનાં કરેલાં કર્મોનું ફળ વેદે છે. ત્રસ જીવો કર્મબંધચેતના વેદે છે, અને પ્રાણથી રહિત એવા અતીન્દ્રિય જીવો શુદ્ધજ્ઞાનચેતના વેદે છે. (પૃ. ૫૮૮-૯)
D દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના ત્રણ પ્રકાર જ્ઞાનીપુરુષે દીઠા છે.
(૧) કોઇ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શકયો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવોનો એક પ્રકાર છે.
(૨) અજ્ઞાનપણાથી, અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા બોધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણસ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે.
(૩) ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વ પરસ્વરૂપનો સાક્ષી છે એવો બોધસ્વરૂપ જીવ, માત્ર ઉદાસીનપણે કર્તા દેખાય છે; એવા જીવોનો ત્રીજો પ્રકાર છે.
એમ ત્રણ પ્રકારના જીવસમૂહ જ્ઞાનીપુરુષે દીઠા છે.
ઘણું કરી પ્રથમ પ્રકારને વિષે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ—અપ્રાપ્તિના પ્રકારને વિષે તદાકાર–પરિણામી જેવા ભાસતા એવા જીવો સમાવેશ પામે છે.
જુદા જુદા ધર્મની નામક્રિયા કરતા એવા જીવો, અથવા સ્વચ્છંદ—પરિણામી એવા ૫રમાર્થમાર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગૃહીત જીવો તે બીજા પ્રકારને વિષે સમાવેશ પામે છે.
સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ–અપ્રાપ્તિ એ આદિ ભાવને વિષે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, અથવા થયા કરે છે; સ્વચ્છંદ—પરિણામ જેનું ગળિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે.
જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે. વિચારવાન છે તેને યથાબુદ્ધિએ, સગ્રંથે, સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે, અને અનુક્રમે દોષરહિત એવું સ્વરૂપ તેને વિષે ઉત્પન્ન હોય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને બીજે બીજે પ્રકારે વિચારવા, સંભારવા યોગ્ય છે. (પૃ. ૨૯૪)
ત્રણ પ્રકારના જીવો જોવામાં આવે છે; જે બાહ્યદૃષ્ટિવાળા છે –
*
૧. ક્રિયા કરવી નહીં, ક્રિયાથી દેવગતિ પ્રાપ્ત થાય; બીજું કાંઇ પ્રાપ્ત થતું નથી. જેથી ચાર ગતિ રઝળવાનું મટે તે ખરું'. એમ કહી સદાચરણ, પુણ્યના હેતુ જાણી કરતા નથી; અને પાપનાં કારણો સેવતાં અટકતા નથી. આ પ્રકારના જીવોએ કાંઇ કરવું જ નહીં, અને મોટી મોટી વાતો ક૨વી એટલું જ છે. આ જીવોને ‘અજ્ઞાનવાદી’ તરીકે મૂકી શકાય.