________________
જીવનાં પ્રકાર (ચાલુ)
૨૦૦ સિદ્ધને અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ એ સ્વભાવ સમાન છે; છતાં અનંતર પરંપર થવારૂપે પંદર ભેદ
આ પ્રમાણે કહ્યાં છે :(૧) તીર્થ.
(૨) અતીર્થ.
(૩) તીર્થંકર. (૪) અતીર્થકર.
(૫) સ્વયંબુદ્ધ.
(૬) પ્રત્યેકબુદ્ધ. (૭) બુદ્ધબોધિત.
(૮) સ્ત્રીલિંગ. (૯) પુરુષલિંગ. (૧૦) નપુંસકલિંગ.
(૧૧) અલિંગ. (૧૨) જૈનલિંગ. (૧૩) ગૃહસ્થલિંગ.
(૧૪) એક.
(૧૫) અનેક. સંસારી જીવો એક પ્રકારે, બે પ્રકારે ઇત્યાદિ અનેક પ્રકારે કહ્યા છે - એક પ્રકાર : સામાન્યપણે ઉપયોગ' લક્ષણે સર્વ સંસારી જીવો છે. બે પ્રકારે : ત્રસ, સ્થાવર, અથવા વ્યવહારરાશિ, અવ્યવહારરાશિ. સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી
એક વખત ત્રાપણું પામ્યા છે તે વ્યવહારરાશિ'. પાછા તે સુક્ષ્મ નિગોદમાં જાય તોપણ તે વ્યવહારરાશિ'. અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી કોઇ દિવરા
કસપણે પામ્યા નથી તે અવ્યવહારરાશિ'. ત્રણ પ્રકારે : સંયત, અસંયત અને સંયતાસંયત અથવા સ્ત્રી, પુરુષ ને નપુંસક. ચાર પ્રકારે : ગતિ અપેક્ષાએ. પાંચ પ્રકારે: ઇન્દ્રિયઅપેક્ષાએ. છ પ્રકારે :
પૃથ્વી, અપુ, તેજસુ, વાયુ, વનસ્પતિ અને ત્રસ. સાત પ્રકારે : કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પદ્મ, શુકલ અને અલેશી. (ચૌદમાં ગુણસ્થાનકવાળા
લેવા પણ સિદ્ધ ન લેવા, કેમકે સંસારી જીવની વ્યાખ્યા છે.) * આઠ પ્રકારે : અંડજ, પોતજ, જરાયુજ, સ્વેદન, રસજ, સંપૂઈન, ઉભિજ અને ઉપપાદ. નવ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય. દશ પ્રકાર : પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિય.. અગિયાર પ્રકારે ઃ સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં જલચર, સ્થલચર, નભશ્વર,
મનુષ્ય, દેવતા, નારક. બાર પ્રકારે : છકાયના પર્યાપ્ત તથા અપર્યાપ્ત. તેર પ્રકાર: ઉપલા બાર ભેદ સંવ્યવહારિક તથા એક અસંવ્યવહારિક (સૂક્ષ્મ નિગોદનો). ચૌદ પ્રકારે : ગુણસ્થાનકઆશ્રયી, અથવા સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકસેન્દ્રિય તથા સંજ્ઞી, અસંજ્ઞી એ
સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત. એમ બુદ્ધિમાન પુરુષોએ સિદ્ધાંતને અનુસરી જીવના અનેક ભેદ (છતા ભાવના ભેદ) કહ્યા છે. (પૃ. ૭૬૬-૭) D ત્રસ એટલે પોતે ભયાદિનું કારણ દેખી નાસી જતાં, હાલતાં ચાલતાં એ આદિ શક્તિવાળાં. બીજાં