________________
૧૭૫
ગુણસ્થાનક, તેરમું બારમા ગુÎસ્થાનકે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એમ ત્રણ પ્રકૃતિનો ક્ષય એક સાથે થાય છે; અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે. (પૃ. ૭૮૩)
બારમા ક્ષીણમોહગુણસ્થાનક પર્યંત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યે ‘કેવળજ્ઞાન' ઉત્પન્ન થાય છે. (પૃ. ૫૭૦)
બારમા ગુણસ્થાનક સુધી જ્ઞાનીનો આશ્રય લેવાનો છે; જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે. (પૃ. ૭૬૫) D વીતરાગપુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે, તે મતિ આ જીવમાં છે નહીં; અને આ જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પડયું હોય તો તેટલામાં જ રોકાઇ જાય છે. તો પછી વીતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો કયાંથી કરી શકે ? તેથી બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે. (પૃ. ૬૭૪)
બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વચ્છંદપણું વિલય થાય છે. (પૃ. ૭૪૧)
— ક્ષીણમોહ પર્યંત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. (પૃ. ૬૩૮)
બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. (પૃ. ૪૫૫) ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે. (પૃ. ૫૩૩)
ગુણસ્થાનક, તેરમું (સયોગીકેવળી ગુણસ્થાનક)
કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. (પૃ. ૫૯૬)
તેરમા ગુણસ્થાનકે કેવળીને પણ યોગને લીધે સક્રિયતા છે, અને તેથી બંધ છે; પણ બંધ, અબંધબંધ ગણાય છે. (પૃ. ૭૭૨)
તેરમે ગુણસ્થાનકે તીર્થંકરાદિને એક સમયનો બંધ હોય.
પવન પાણીની નિર્મળતાનો ભંગ કરી શકતો નથી; પણ તેને ચલાયમાન કરી શકે છે. તેમ આત્માના જ્ઞાનમાં કાંઇ નિર્મળતા ઓછી થતી નથી, પણ યોગનું ચલાયમાનપણું છે તેથી રસ વિના એક સમયનો બંધ કહ્યો. (પૃ. ૭૮૪)
સાતમાથી સયોગીકેવળીનામા તેરમા ગુણસ્થાનક સુધીનો કાળ અંતર્મુહૂર્તનો છે. તેરમાનો કાળ વખતે લાંબો પણ હોય છે. ત્યાં સુધી આત્મઅનુભવ પ્રતીતિરૂપ છે. (પૃ. ૭૩૭)
ચોથે ગુણસ્થાનકેથી તે૨મા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે. (પૃ. ૫૩૩)
D મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક તો છઠ્ઠું અને તેરમું છે. બાકીનાં ગુણસ્થાનકો ઉપદેશકની પ્રવૃત્તિ કરી શકવા યોગ્ય નથી; એટલે તેરમે અને છટ્ટે ગુણસ્થાનકે તે પદ પ્રવર્તે છે. (પૃ. ૫૩૩)
યથાવત્ માર્ગઉપદેશકપણું તે૨મે ગુણસ્થાને વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન પરમ સદ્ગુરુ શ્રી