________________
ગુણસ્થાનક, અગિયારમું (ચાલુ) ૧૭૪
લીધે પડે છે. (પૃ. ૨૫૦) I અગિયારમે ગુણઠાણે સિદ્ધિજોગનો લોભ સંભવતો જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હોવી. સંભવે છે.
બાકી જેટલાં સમ્યત્ત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સમ્યક્ષરિણામી આત્મા છે ત્યાં સુધી, તે એક
જગને (સિદ્ધિજીગને) વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકળે સંભવતી નથી. (પૃ. ૩૭૪). I અગિયારમા ગુણસ્થાનકેથી જીવ પડે છે તેનું કારણ એ કે વૃત્તિઓ પ્રથમ જાણે છે કે હમણાં આ શૂરાતનમાં છે એટલે આપણું બળ ચાલવાનું નથી, અને તેથી ચૂપ થઈ બધી દબાઈ રહે છે. ક્રોધ કડવો છે તેથી છેતરાશે નહીં, માનથી પણ છેતરાશે નહીં; તેમ માયાનું બળ ચાલે તેવું નથી.' એમ વૃત્તિએ જાણ્યું કે તરત ત્યાં લોભ ઉદયમાન થાય છે. “મારામાં કેવા રિદ્ધિ, સિદ્ધિ, અને ઐશ્વર્ય પ્રગટ થયાં' એવી વૃત્તિ ત્યાં આગળ થતાં તેનો લોભ થવાથી ત્યાંથી જીવ પડે છે, અને પહેલે ગુણસ્થાનકે આવે છે. (પૃ. ૮૯) અગિયારમે ગુણસ્થાનકેથી પણ જીવ ક્ષણ લોભથી પડી પહેલે ગુણસ્થાનકે આવે છે. (પૃ. ૬૯૬)
અગિયારમેથી પડે છે તેને ‘ઉપશમસમ્યક્ત્વ' કહેવાય. લોભ ચારિત્રને પાડનારો છે. (પૃ. ૭૧૩) ; 1 ચૌદપૂર્વધારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે “હવે
મને ગુણ પ્રગટયો.” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ
કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું. (પૃ. ૬૮૯) I અગિયારમેથી લથડેલો ઓછામાં ઓછા ત્રણ અને ઘણામાં ઘણા પંદર ભવ કરે, એમ અનુભવ થાય છે.
અગિયારમું એવું છે કે ત્યાં પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન, વચન, કાયાના યોગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે, એથી શાતાનો બંધ થાય છે, અને એ શાતા ઘણું કરીને પાંચ અનુત્તર વિમાનની જ હોય છે. (પૃ. ૨૪૮) T મુખ્યત્વે કરી વખતે અગિયારમે ગુણસ્થાનકે અકષાયીને પણ એક સમયનો બંધ હોઇ શકે.
પવન પાણીની નિર્મળતાનો ભંગ કરી શકતો નથી, પણ તેને ચલાયમાન કરી શકે છે. તેમ આત્માના જ્ઞાનમાં કાંઈ નિર્મળતા ઓછી થતી નથી, પણ યોગનું ચલાયમાનપણું છે તેથી રસ વિના એક સમયનો
બંધ કહ્યો. (પૃ. ૭૮૪). | શ્રી તીર્થંકર અગિયારમું ગુણસ્થાનક સ્પર્શે નહીં, તેમ જ પહેલું, બીજું તથા ત્રીજું પણ ન સ્પર્શ.
સાયિકચારિત્ર છે ત્યાં મોહનીયનો અભાવ છે; અને જ્યાં મોહનીયનો અભાવ છે ત્યાં પહેલું, બીજું,
ત્રીજું અને અગિયારમું એ ચાર ગુણસ્થાનકના સ્પર્શપણાનો અભાવ છે. (પૃ. ૭૩) D ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે.
(પૃ. ૫૩૩) ગુણસ્થાનક, બારમું (ક્ષીણમોહ ગુણસ્થાનક) | કેવળ સમવરિત શુદ્ધ ચેતન મોક્ષ. તે રવભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ
જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્મદર્શન. સત્તાગત ક્ષીણ કપાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે દ્વાદશમ ગુણસ્થાનક. (પૃ. ૮૨૪)