________________
૧૬૯
ગુણસ્થાનક, ચોથું (ચાલુ)
(પૃ. ૭૧૯)
T .ચોથે ગુણસ્થાનકે મિથ્યાત્વમુકતદશા થવાથી આત્મસ્વભાવઆવિર્ભાવપણું છે, અને સ્વરૂપસ્થિતિ છે. પાંચમે ગુણસ્થાનકે દેશે કરીને ચારિત્રઘાતક કષાયો રોકાવાથી આત્મસ્વભાવનું ચોથા કરતાં વિશેષ આવિર્ભાવપણું છે. (પૃ. ૫૩૩)
D ચોથે ગુણસ્થાનકે ગ્રંથિભેદ થાય. ચોથે ગુણસ્થાનકે ઉપશમ અને ક્ષાયિક બન્ને હોય. ઉપશમ એટલે સત્તામાં આવરણનું રહેવું. (પૃ. ૭૧૩)
ચોથે ગુણસ્થાનકે ગાઢ અથવા અવગાઢ સમ્યક્ત્વ હોય છે. (પૃ. ૭૭૮)
D સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જુદું હોય છે. પહેલા ગુણસ્થાનકવાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે તેના કરતાં ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદાં જોવામાં આવે છે, અર્થાત્ જુદી જ દશાનું વર્તન જોવામાં આવે છે. પહેલું મોળું કરે તો ચોથે આવે એમ કહેવામાત્ર છે; ચોથે આવવામાં જે વર્તન છે તે વિષય વિચારવાજોગ છે. (પૃ. ૭૫૨)
D) કેવળજ્ઞાનને વિષે સ્વરૂપસ્થિતિનું તારતમ્ય વિશેષ છે; અને ચોથે, પાંચમે, છà ગુણસ્થાનકે તેથી અલ્પ છે, એમ કહેવાય; પણ સ્વરૂપસ્થિતિ નથી એમ ન કહી શકાય. (પૃ. ૫૩૩)
જો ચોથે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હોય, તો મિથ્યાત્વ જવાનું ફળ શું થયું ? કંઇ જ થયું નહીં. જે મિથ્યાત્વ ગયું તે જ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું છે, અને તે જ સ્વરૂપસ્થિતિ છે. જો સમ્યક્ત્વથી તથારૂપ સ્વરૂપસ્થિતિ ન હોત, તો શ્રેણિકાદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય ? એક પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક જ ભવ બાકી રહ્યો એવું અલ્પસંસારીપણું થયું તે જ સ્વરૂપસ્થિતિરૂપ સમક્તિનું બળ છે. (પૃ. ૫૩૩)
આત્મા ચોથે ગુણસ્થાનકે અચપળ હોય, પણ સર્વથા નહીં. (પૃ. ૭૧૮)
7 ચોથે ગુણસ્થાનકે વિષયની મંદતા હોય છે. (પૃ. ૭૬૫)
પહેલા (અવિધ) જ્ઞાનના કટકા થાય છે; હીયમાન ઇત્યાદિ ચોથે ગુણસ્થાનકે પણ હોઇ શકે; સ્થૂળ છે; એટલે મનના સ્થૂળ પર્યાય જાણી શકે. (પૃ. ૭૭૯ ફૂટનોટ)
પાંચમા ચોથા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે, કેમકે ત્યાં બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારનો પ્રતિબંધ છે, અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિરોધરૂપ છે. (પૃ. ૬૨૨)
પ્ર૦ વ્યવહારમાં ચોથા ગુણસ્થાનકે ક્યા ક્યા વ્યવહાર લાગુ પડે ? શુદ્ધ વ્યવહાર કે બીજા ખરા ?
ઉં બીજા બધાય લાગુ પડે. ઉદયથી શુભાશુભ વ્યવહાર છે; અને પરિણતિએ શુદ્ધ વ્યવહાર છે. ૫રમાર્થથી શુદ્ધ કર્તા કહેવાય. પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની ખપાવ્યા છે માટે શુદ્ધ વ્યવહારના કર્તા છે. સમકિતીને અશુદ્ધ વ્યવહાર ટાળવાનો છે. સમકિતી ૫૨માર્થથી શુદ્ધ કર્તા છે. (પૃ. ૭૨૪-૫)
D સમ્યદૃષ્ટિપુરુષો કે જેનો ચોથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાનીપુરુષોને વિષે ક્વચિત્ સિદ્ધિ હોય છે, અને ક્વચિત્ સિદ્ધિ હોતી નથી. જેને વિષે હોય છે, તેને તે સ્ફુરણા વિષે પ્રાયે ઇચ્છા થતી નથી; અને ઘણું કરી જ્યારે ઇચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તો થાય છે; અને જો તેવી ઇચ્છા થઇ તો