________________
| ગુણસ્થાનક, બીજું (ચાલુ)
૧૬૮ 0 શ્રી તીર્થકર અગિયારમું ગુણસ્થાનક સ્પર્શે નહીં, તેમ જ પહેલું, બીજું તથા ત્રીજું પણ ન સ્પર્શે.
સાયિકચારિત્ર છે ત્યાં મોહનીયનો અભાવ છે; અને જ્યાં મોહનીયનો અભાવ છે ત્યાં પહેલું, બીજું,
ત્રીજું અને અગિયારમું એ ચાર ગુણસ્થાનકના સ્પર્શપણાનો અભાવ છે. (પૃ. ૭૬૩) ગુણસ્થાનક, ત્રીજું (મિશ્ર ગુણસ્થાનક) |
પ્રયોજનભૂત જ્ઞાનના મૂળમાં, પૂર્ણ પ્રતીતિમાં, તેવા જ આકારમાં મળતા આવતા અન્ય માર્ગની સરખામણીના અંશે સરખાપણારૂપ પ્રતીત થવું તે મિશ્રગુણસ્થાનક છે; પરંતુ ફલાણું દર્શન સત્ય છે, અને ફલાણું દર્શન પણ સત્ય છે, એવી બંને ઉપર સરખી પ્રતીતિ તે મિશ્ર નહીં પણ મિથ્યાત્વગુણસ્થાનક છે.
(પૃ. ૭૫૬) 1 શ્રી તીર્થંકર અગિયારમું ગુણસ્થાનક સ્પર્શે નહીં, તેમ જ પહેલું, બીજું તથા ત્રીજું પણ ન સ્પર્શે.
સાયિકચારિત્ર છે ત્યાં મોહનીયનો અભાવ છે; અને જ્યાં મોહનીયનો અભાવ છે ત્યાં પહેલું, બીજું,
ત્રીજું અને અગિયારમું એ ચાર ગુણસ્થાનકના સ્પર્શપણાનો અભાવ છે. (પૃ. ૭૬૩). | ગુણસ્થાનક, ચોથું (અવિરતિ સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનક) | T કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી, નિમિત કારણનો જોગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી
આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યો કે ચોથામાં આવે છે, અને ચોથામાં આવ્યો કે વહેલોમોડો મોક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે. આ ગુણસ્થાનકનું નામ “અવિરતિસમ્યફષ્ટિ' છે,
જ્યાં વિરતિપણા વિના સમ્યજ્ઞાનદર્શન છે. (પૃ. ૭૫૨) I અવિરતિસમ્યફષ્ટિનામાં ચોથું ગુણસ્થાનક છે; જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ
બોધબીજ છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે, અર્થાત્ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય
છે. (પૃ. ૭૩૬). 1 ચોથે ગુણસ્થાનકેથી તેમાં ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે.
(પૃ. ૫૩૩) ચોથે પાંચમે ગુણસ્થાને એ (માર્ગની, આત્માની, તત્ત્વની, જ્ઞાનીની) ઓળખાણ પ્રતીતિ છે અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે અને પાંચમામાં દેશવિરતિપણાને લઈ ચોથાથી વિશેષતા છે, તથાપિ
સર્વવિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. (પૃ. ૬૨૩) 1 ચોથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ એકસરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણતાનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી
શકે છે. (પૃ. ૭૩૬) | હાલના સમયમાં જૈનદર્શનને વિષે અવિરતિ સમ્યફષ્ટિનામાં ચોથા ગુણસ્થાનથી અપ્રમત્તનામા
સાતમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે. (પૃ. ૭૩૭). 1 ચોથે ગુણસ્થાનકેથી જ આત્મજ્ઞાનનો સંભવ થાય છે. (પૃ. ૫૩૨) D ચોથે ગુણસ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય; ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. (પૃ. ૧૮૮) D ચોથા ગુણસ્થાનકની સ્થિતિ કેવી હોય? ગણધર જેવી મોક્ષમાર્ગની પરમ પ્રતીતિ આવે એવી.