________________
૧૫૫
ક્રોધ
અહીં ક્રિયાજડ કહ્યા છે. (પૃ. પર૭) _ જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ
નથી, વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહો, અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્તો; અને કાયકલેશરૂપ પણ કષાયાદિનું જેમાં તથારૂપ કંઈ ક્ષીણપણું થતું નથી તેમાં તમે મોક્ષમાર્ગનો દુરાગ્રહ રાખો નહીં, એમ ક્રિયાજડને કહ્યું. (પૃ. ૫૨૭). માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગવૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય; જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય
છે એવા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. (પૃ. ૫૨૮). T ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે તેનો હેતુ એ છે કે અસદ્ગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને
જાણતા નથી તેનો તેણે આશ્રય કર્યો છે, જેથી તેને માત્ર ક્રિયાજડત્વનો એટલે કાયકલેશનો માર્ગ જાણે છે, તેમાં વળગાડે છે, અને કુળધર્મ દૃઢ કરાવે છે, જેથી તેને સદ્ગુરુનો યોગ મેળવવાની આકાંક્ષા થતી નથી, અથવા તેવા યોગ મળે પણ પક્ષની દ્રઢ વાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી, એટલે ક્રિયાજડત્વ ટળતું નથી; અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. ક્રિયાજડ અથવા શુષ્કજ્ઞાની તે બંન્ને ભૂલ્યા છે, અને તે પરમાર્થ પામવાની વાંછા રાખે છે, અથવા પરમાર્થ પામ્યા છીએ એમ કહે છે, તે માત્ર તેમનો દુરાગ્રહ તે પ્રત્યક્ષ દેખાય છે. જો સદૂગુરુના ચરણ સેવ્યા હોત, તો એવા દુરાગ્રહમાં પડી જવાનો વખત ન આવત, અને આત્મસાધનમાં જીવ દોરાત, અને તથારૂપ સાધનથી પરમાર્થને પામત, અને નિજ પદનો લક્ષ લેત; અર્થાત્ તેની વૃત્તિ આત્મસન્મુખ થાત.
(પૃ. ૨૨૯) ક્રિયામાર્ગ
ક્રિયામાર્ગે અસદ્દઅભિમાન, વ્યવહારગ્રહ, સિદ્ધિમોહ, પૂજાસત્કારાદિ યોગ, અને દૈહિક ક્રિયામાં
આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે. (પૃ. ૫૦૪) ID સંબંધિત શિર્ષક માર્ગ
D જીવો અવિચારથી ભૂલ્યા છે; જરા કોઈ કહે કે તરત ખોટું લાગે, પણ વિચાર નહીં કે મારે શું? તે કહેશે
તો તેને કર્મ બંધાશે. શું તારે તારી ગતિ બગાડવી છે? ક્રોધ કરી સામું બોલે તો તું પોતે જ ભૂલ્યો. ક્રોધ કરે તે જ ભંડો છે. આ ઉપર સંન્યાસી ને ચાંડાળનું દ્રષ્ટાંત છે. ક્રોધ ચંડાળ છે. એક સંન્યાસી સ્નાન કરવા જતા હતા. રસ્તામાં સામો ચંડાળ આવતો હતો. સંન્યાસીએ તેને કોરે ખસવા કહ્યું. પણ તેણે સાંભળ્યું નહીં. તેથી સંન્યાસી ક્રોધે ભરાયા. ચંડાળ તેમને ભેટી પડયો કે મારો ભાગ તમારામાં છે. (પૃ. ૭૨૯).