________________
૧૪૫
કાવ્ય
તરવાનો કામી હોય તે માથું કાપીને આપતાં પાછો હઠે નહીં. શિથિલ હોય તે સહેજ પગ ધોવા જેવું
કુલક્ષણ હોય તે પણ મૂકી શકે નહીં, અને વીતરાગની વાત મેળવવા જાય. (પૃ. ૭૧૯). | કાયા | કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું” એમ આજે વિચારજે. (પૃ. ૫) રક્તપિત્ત જેવા સદૈવ લોહપરથી ગદ્ગદતા મહા રોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે. જેના પ્રત્યેક રોમે પોણા બળે રોગનો નિવાસ છે, તેવા સાડા ત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી રોગનો તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અત્ર વગેરેની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે; મળ, મૂત્ર, નરક, હાંડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટકર્યું છે, ત્વચાથી માત્ર જેની મનોહરતા છે, તે કાયાનો મોહ ખરે ! વિભ્રમ જ છે ! સનતકુમારે જેનું લેશ માત્ર માન કર્યું તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર ! તું શું મોહે છે? એ મોહ મંગળદાયક નથી.
(પૃ. ૧૧૦) * T સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રોગ, જરાદિથી સ્વાત્માને જ દુ:ખરૂપ થઈ પડે છે. (પૃ. ૪૬૩) જીવ, કાયા પદાર્થપણે જુદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જિને જીવ અને કર્મનો ક્ષીરનીરની પેઠે સંબંધ કહ્યો છે તેનો હેતુ પણ એ જ છે કે, ક્ષીર અને નીર એકત્ર થયાં સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદાં છે; પદાર્થપણે ભિન્ન છે; અગ્નિપ્રયોગે તે પાછાં સ્પષ્ટ જુદાં પડે છે; તેમ જ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર કોઇ પ્રકારે દેહ છે, અને જીવ ઈન્દ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે, પણ શાનદશા આવ્યા વિના જીવ, કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી; તથાપિ ક્ષીરનીરવ જુદાપણું છે. જ્ઞાનસંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. (પૃ. ૪૦૯) D કાયા સુધી માયા(એટલે કષાયાદિ)નો સંભવ રહ્યા કરે, એમ શ્રી ડુંગરને લાગે છે, તે અભિપ્રાય પ્રાય (ઘણું કરીને) તો યથાર્થ છે, તો પણ કોઈ પુરુષવિશેષને વિષે કેવળ સર્વ પ્રકારના સંજ્વલનાદિ કષાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે, અને થઈ શકવામાં સંદેહ થતો નથી, તેથી કાયા છતાં પણ
કષાયરહિતપણું સંભવે; અર્થાત્ સર્વથા રાગદ્વેષરહિત પુરુષ હોઇ શકે. (પૃ. ૪૯૩) D સંબંધિત શિર્ષકો દેહ, મનુષ્ય, શરીર કાવ્ય _ કવિતા કવિતાર્થે આરાધવા યોગ્ય નથી, સંસારાર્થે આરાધવા યોગ્ય નથી; ભગવભજનાર્થે,
આત્મકલ્યાણાર્થે જો તેનું પ્રયોજન થાય તો જીવને તે ગુણની યોપશમતાનું ફળ છે. (પૃ. ૩૯૦) | કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થે ન હોય તો કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક
નહીં તે, જીવની કલ્પનામાત્ર, ભક્તિપ્રયોજ-રૂપ કે આત્માર્થે ન હોય તે બધું કલ્પિત જ. (પૃ. ૬૪)