________________
કળિકાળ-કળિયુગ (ચાલુ)
૧૪૪ પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડયે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ
કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર. (પૃ. ૨૯૯) D સંબંધિત શિર્ષકો : કાળ, દુષમકાળ, પંચમકાળ કામ | વાંછા-ઇચ્છાના અર્થ તરીકે “કામ” શબ્દ વપરાય છે, તેમ જ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય
છે. (પૃ. ૨૬૮). D કામ વિષયને લલિત ભાવે યાચું નહીં. (પૃ. ૧૩૭) | અંધ કોણ? કામી અને રાગી. (પૃ. ૧૫) D કામ, માન અને ઉતાવળ એ ત્રણનો વિશેષ સંયમ કરવો ઘટે છે. (પૃ. ૮૦૫) I અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે
કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. (પૃ. ૭૯૮). T સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે,
તે સાવ સિદ્ધ છે; અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હઠતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે; કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષનાં વચન સાંભળી જીવે જાયું નથી; અને જો જાણ્યું હોત તો તેને વિષે સાવ નીરસતા થઈ
હોત. (પૃ. ૪૧૩) T કામાદિ કોઈક જ વાર આપણાથી હારી જાય છે; નહીં તો ઘણી વાર આપણને થાપ મારી દે છે. એટલા
માટે બનતાં સુધી જેમ બને તેમ ત્વરાથી તેને તજવાને અપ્રમાદી થવું, જેમ વહેલું થવાય તેમ થવું.
શૂરવીરપણાથી તેમ તરત થવાય છે. (પૃ. ૭૭૧) D. અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કામેન્દ્રિયને વિષે અજાગૃતપણું જ સંભવે છે. (પૃ. ૩૯૨) | કામી (તરવાનો) | D તરવાના કામી હોય તે ભવસ્થિતિ આદિનાં આલંબન ખોટાં કહે છે. તરવાના કામી કોને કહેવાય? જે
પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય. ઉપદેશ સાંભળવાની ખાતર સાંભળવાના કામીએ કર્મરૂપ ગોદડું ઓઢયું છે તેથી ઉપદેશરૂપ લાકડી લાગતી નથી. તરવાના કામી હોય તેણે ધોતિયારૂપ કર્મ ઓઢયાં છે તેથી ઉપદેશરૂપ લાકડી પહેલી લાગે. (પૃ. ૭૨૦) જે દ્રઢ નિશ્ચય કરે કે ગમે તેમ કરું, ઝેર પીઉં, પર્વત પરથી પડું, કૂવામાં પડું પણ કલ્યાણ થાય તે જ કરું. એનું જાણપણું સાચું. તે જ કરવાનો કામી કહેવાય. (પૃ. ૭૩૪) તરવાના કામી હોય, અને સદ્ગુરુ મળે, તો કર્મ ટળે. સદ્ગુરુ કર્મ ટાળવાનું કારણ છે. કર્મો બાંધવાનાં
કારણો મળે તો કર્મ બંધાય, અને કર્મ ટાળવાનાં કારણો મળે તો કર્મ ટળે. (પૃ. ૭૧૯-૨૦) D જીવ તરવાનો કામી હોય, ને સદ્ગુરુની આજ્ઞાએ વર્તે, તો બધી વાસનાઓ જતી રહે. સદ્ગુરુની
આજ્ઞામાં બધાં સાધનો સમાઈ ગયાં. (પૃ. ૭૧૯).