________________
૧૧૭
કર્મ (ચાલુ) || સ્પર્શેન્દ્રિયપણે દેહનો પ્રસંગ જીવને જે કર્મથી થાય છે, તે કર્મ ભોગવતાં તે પૃથ્વી આદિમાં જન્મે છે, પણ કેવળ પૃથ્વીરૂપ કે પથ્થરરૂપ થઇ જતો નથી. જનાવર થતાં કેવળ જનાવર પણ થઈ જતો
નથી. દેહ છે તે, જીવને વેષધારીપણું છે, સ્વરૂપપણું નથી. (પૃ. ૪૨૭) || ઝાડને ભાન વગર કર્મ ભોગવવા પડે છે તો મનુષ્યને શુભાશુભ ક્રિયાનું ફળ કેમ નહીં ભોગવવું પડે?
પૃ. ૭૦૭) D પ્રમાદ એ સર્વ કર્મનો હેતુ છે. (પૃ. ૪૦૫). 0 રાગાદિના પ્રયોગ કરી કર્મ હોય છે. તેના અભાવે કર્મનો અભાવ સર્વ સ્થળે જાણવો. (પૃ. ૭૬૮).
જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો અને છેવટે પાંચમા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે. (પૃ. ૮૧૯-૨૦) . D નિગ્રંથ પ્રવચન, નિગ્રંથગુરુ ઈ0 ધર્મતત્ત્વ પામવાનાં સાધનો છે. એની આરાધનાથી કર્મની વિરાધના
છે. (પૃ. ૧૧૮) D આત્મ-ઉપયોગ એ કર્મ મૂકવાનો ઉપાય. (પૃ. ૧૦)
કર્મ ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાની પુરુષ તો સામટો ગોટો વાળી નાશ કરે છે. (પૃ. ૭૦૮) 0 કર્મની વર્ગણા જીવને દૂધ અને પાણીના સંયોગની પેઠે છે. અગ્નિના પ્રયોગથી પાણી ચાલ્યું જઈ દૂધ બાકી
રહે છે તે રીતે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મવર્ગણા ચાલી જાય છે. (પૃ. ૭૦૦) અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ રાખવો. વૈરાગ્ય પામવો હોય તો કર્મને નિંદવાં. કર્મને પ્રધાન ન કરવાં પણ આત્માને માથે રાખવો - પ્રધાન કરવો. સંસારી કામમાં કર્મને સંભારવા નહીં, પણ પુરુષાર્થને ઉપર લાવવો. કર્મનો વિચાર કર્યા કરવાથી તે જવાનાં નથી, પણ હડસેલો મૂકીશ ત્યારે જશે માટે પુરુષાર્થ કરવો. અનાદિકાળનાં અજ્ઞાનને લીધે જેટલો કાળ ગયો તેટલો કાળ મોક્ષ થવા માટે જોઇએ નહીં, કારણ કે પુરુષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક જીવો બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે ! (પૃ. ૬૯૭) અનાદિકાળનાં કર્મો બે ઘડીમાં નાશ પામે છે; માટે કર્મનો દોષ કાઢવો નહીં. આત્માને નિંદવો. ધર્મ
ી વાત આવે ત્યારે પૂર્વકર્મના દોષની વાત આગળ કરે છે. ધર્મને આગળ કરે તેને ધર્મ નીપજે; કર્મને આગળ કરે તેને કર્મ આડાં આવે, માટે પુરુષાર્થ કરવો શ્રેષ્ઠ છે. પુરુષાર્થ પહેલો કરવો. કર્મ ટાળ્યા વગર ટળવાનાં નથી. એટલા માટે જ જ્ઞાનીઓએ શાસ્ત્રો વર્ણવ્યાં છે. શિથિલ થવાને સાધનો
બતાવ્યાં નથી. પરિણામ ઊંચા આવવાં જોઇએ. (પૃ. ૭૦૮) T સંબંધિત શિર્ષકો : ભાવકર્મ, પૂર્વકર્મ