________________
૧૧૬
કર્મ (ચાલુ)
કંઈ નહીં કરેલાં કર્મનું ફળ નથી. કોઈ પણ પ્રકારે કરેલાં કર્મનું ફળ છે. (પૃ. ૩૫૩) I પ્રયોગના બહાને પશુવધ કરનારા રોગ-દુઃખ ટાળે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો બિચારાં નિરપરાધી પ્રાણીઓને રિબાવી મારી અજ્ઞાનવશતાએ કર્મ ઉપાર્જે છે! પત્રકારો પણ વિવેક વિચાર વિના
પુષ્ટિ આપવારૂપે કૂટી મારે છે ! T કેટલાંક કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. જ્ઞાનીને પણ ઉદયકર્મ સંભવે છે. પણ ગૃહસ્થપણું સાધુ કરતાં
વધારે છે એમ બહારથી કલ્પના કરે તો કોઈ શાસ્ત્રનો સરવાળો મળે નહીં. (પૃ. ૬૯૬). વિચાર કરે તો અનંતા કર્મો ભોળાં પડે; અને વિચાર ન કરે તો અનંતાં કર્મો ઉપાર્જન થાય. (પૃ. ૭૨૭) T મનનાં પરિણામો ઉપયોગસહિત જો હોય તો કર્મ ઓછાં લાગે, ઉપયોગરહિત હોય તો કર્મ વધારે લાગે.
(પૃ. ૭૦૯) પ્ર0 કર્મ ઓછાં કેમ થાય?
ઉ0 ક્રોધ ન કરે, માન ન કરે, માયા ન કરે, લોભ ન કરે, તેથી કર્મ ઓછાં થાય. (પૃ. ૭૧૭) I L૦ જડ, કર્મ એ વસ્તુતઃ છે કે માયિક છે?
શ્રી જડ, કર્મ એ વસ્તુત છે. માયિક નથી. (પૃ. ૬૮૦) T કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી
જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્વર્યતા છે, કે પોતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે ! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષો તે કર્મસંયોગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયોને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વસંયોગો સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્ધ્વશ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે, આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તમાન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે. કોઈ પણ આત્મા ઉદયી કર્મને ભોગવતાં સમત્વશ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે, તો ખચીત
ચેતનશુદ્ધિ પામશે. (પૃ. ૧૮૩) D કર્મનો મુખ્ય આકાર કોઇ પ્રકારે દેહ છે. (પૃ. ૪૦૯) D પ્ર0 માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, પથરો પણ થાય, ઝાડ પણ થાય, આ બરાબર
છે?
ઉ૦ દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે, તેથી તે તિર્યંચ (જનાવર) પણ થાય છે અને
પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ શરીર ધારણ કરી બાકીની બીજી ચાર ઇન્દ્રિયો વિના કર્મ ભોગવવાનો જીવને પ્રસંગ પણ આવે છે; તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઇ જાય છે, એવું કાંઈ નથી. પથ્થરરૂપ કાયા ધારણ કરે, અને તેમાં પણ અવ્યક્તપણે જીવ જીવપણે જ હોય છે. બીજી ચાર ઇન્દ્રિયોનું ત્યાં અવ્યક્ત(અપ્રગટ)પણું હોવાથી પૃથ્વીકાયરૂપ જીવ કહેવા યોગ્ય છે. અનુક્રમે તે કર્મ ભોગવી જીવ નિવૃત્ત થાય છે ત્યારે, ફકત પથ્થરનું દળ પરમાણુરૂપે રહે છે, પણ જીવ તેના સંબંધથી ચાલ્યો જવાથી આહારાદિ સંજ્ઞા તેને હોતી નથી, અર્થાત્ કેવળ જડ એવો પથ્થર જીવ થાય છે એવું નથી. કર્મના વિષમપણાથી ચાર ઇન્દ્રિયોનો પ્રસંગ અવ્યક્ત થઇ ફકત એક