________________
કદાગ્રહ
૧૦૮
૧૦૮
]
| મંદાગ્રહ D ઇન્દ્રિયોના નિગ્રહનું ન હોવાપણું, કુળધર્મનો આગ્રહ, માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું એ
કદાગ્રહ છે. તે કદાપ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. (પૃ. ૭૧૩) D તે (પૂર્ણજ્ઞાનીના) સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ,
મતમતાંતર, વિશ્વાસઘાત અને અસતુ વચન એ આદિનો તિરસ્કાર થાય; અર્થાત તેને ગ્રહણ કરવાં નહીં. જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયો હોય તો સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષો તો છૂટી જવા જોઇએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં. પૃ. ૩૮૨) સમુદ્ર છે તે ખારો છે. એકદમ તો તેની ખારાશ નીકળે નહીં. તેને માટે આ પ્રકારે ઉપાય છે કે તે સમુદ્રમાંથી એકેક વહેળા લેવા, અને તે વહેળામાં જેથી તે પાણીની ખારાશ મટે, અને મીઠાશ થાય એવો ખાર નાખવો; પણ તે પાણી શોષાવાના બે પ્રકાર છે : એક તો સૂર્યનો તાપ, અને બીજી જમીન; માટે પ્રથમ જમીન તૈયાર કરવી અને પછી નીકો દ્વારા એ પાણી લઇ જવું અને પછી ખાર નાંખવો કે તેથી ખારાશ મટી જશે. આ જ રીતે મિથ્યાત્વરૂપી સમુદ્ર છે, તેમાં કદાગ્રહાદિરૂપ ખારાશ છે; માટે કુળધર્મરૂપી વહેળાને યોગ્યતારૂપ જમીનમાં લઇ સર્બોધરૂપી ખાર નાંખવો એટલે સપુરુષરૂપી તાપથી ખારાશ મટી જશે.
(પૃ. ૨૯૪) T કદાગ્રહ કરવો નહીં, ને કદાગ્રહ કરતા હોય તેને ધીરજથી સમજાવીને મુકાવવા ત્યારે સમસ્યાનું ફળ છે.
અનંતાનુબંધી માન, કલ્યાણ થવામાં આડા સ્તંભરૂપ કહેલ છે. જ્યાં જ્યાં ગુણી મનુષ્ય હોય ત્યાં ત્યાં
તેનો સંગ કરવાનું વિચારવાન જીવ કહે. અજ્ઞાનીનાં લક્ષણો લૌકિક ભાવનાં છે. (પૃ. ૯૫) D લીલોતરીના રક્ષણ અર્થે તિથિ પાળવી, કાંઇ તિથિને અર્થે આઠમાદિ કહી નથી. માટે આઠમાદિ તિથિનો
કદાગ્રહ મટાડવો. જે કાંઈ કહ્યું છે તે કદાપ્રહ કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલું કરશો તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશો તેટલું અહિતકારી છે, માટે શુદ્ધતાપૂર્વક સદ્ગત સેવવાં. (પૃ. ૭૦૨) હાલમાં ઘણાં વર્ષો થયાં પર્યુષણમાં તિથિઓની ભ્રાંતિ ચાલે છે. બીજા આઠ દિવસ ધર્મ કરે તો કંઈ ફળ
ઓછું થાય એમ નથી. માટે તિથિઓનો ખોટો કદાગ્રહ ન રાખતાં મૂકવો. કદાગ્રહ મુકાવવા અર્થે તિથિઓ કરી છે તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે છે. (પૃ. ૭૦૭) જે જીવ કદાઝહરહિત હોય તે શુદ્ધ માર્ગ આદરે. જેમ વેપાર ઘણા પ્રકારના હોય પણ લાભ એક જ પ્રકારનો હોય. વિચારવાનોનો તો કલ્યાણનો માર્ગ એક જ હોય. અજ્ઞાનમાર્ગના અનંત પ્રકાર છે. વૈષણવ, બૌદ્ધ, શ્વેતાંબર, ઢુંઢિયા, દિગંબર જૈનાદિ ગમે તે હોય પણ જે કદાઝહરહિતપણે શુદ્ધ સમતાથી
પોતાના આવરણો ઘટાડશે તેનું જ કલ્યાણ થશે. (પૃ. ૭૦૯) D સત્પરુષ વગર એક પણ આગ્રહ, કદાગ્રહ મટતો નથી. (પૃ. ૭૧૧)