________________
૧૦૧
એકાંત || | એકતા : " - અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે; અને એ સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઇ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટો ચાલે છે. અભિન્નતા છે, એકતા છે એમાં સહજ સમજવાફેરથી ભિન્નતા માનો છો એમ તે જીવોને શિખામણ પ્રાપ્ત થાય તો સન્મુખવૃત્તિ થવા યોગ્ય છે.
જયાં સુધી અન્યોન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે. (પૃ. ૬૪૧) એકાવતારી D વર્તમાનકાળ દુષમ કહ્યો છે છતાં તેને વિષે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું
એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. (પૃ. ૩૬૧) વેદાંત વિષે આ કાળમાં ચરમશરીરી કહ્યા છે. જિનના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવનારી જીવ થાય છે. આ કાંઈ થોડી વાત નથી; કેમકે આ પછી કાંઈ મોક્ષ થવાને વધારે વાર નથી. સહેજ કાંઇ બાકી રહ્યું હોય, રહ્યું છે તે પછી સહેજમાં ચાલ્યું જાય છે. આવા પુરુષની દશા, વૃત્તિઓ કેવી હોય ? અનાદિની ઘણી જ વૃત્તિઓ શમાઈ ગઈ હોય છે; અને એટલી બધી શાંતિ થઈ ગઈ હોય છે કે, રાગદ્વેષ
બધા નાશ પામવા યોગ્ય થયા છે, ઉપશાંત થયા છે. (પૃ. ૬૯૧). D આશકા :- આત્મજ્ઞાન થાય તો વર્તમાનકાળમાં મકિત થવી જોઇએ અને જિનાગમમાં ના કહી છે. સમાધાન :- એ વચન કદાપિ એકાંતે એમ જ છે એમ ગણીએ, તોપણ તેથી એકાવતારીપણાનો નિષેધ
થતો નથી, અને એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહીં. આશંકા:- ત્યાગ વૈરાગ્યાદિના ઉત્કૃષ્ટપણાથી તેને એકાવતારીપણું કહ્યું હશે. સમાધાન:- પરમાર્થથી ઉત્કૃષ્ટ ત્યાગવૈરાગ્ય વિના એકાવતારીપણું થાય જ નહીં, એવો સિદ્ધાંત છે;
અને વર્તમાનમાં પણ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકનો કશો નિષેધ છે નહીં . જો ચોથે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હોય, તો મિથ્યાત્વ જવાનું ફળ શું થયું? કંઈ જ થયું નહીં, જે મિથ્યાત્વ ગયું તે જ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું છે. અને તે જ સ્વરૂપસ્થિતિ છે. જો સમ્યક્ત્વથી તથારૂપ સ્વરૂપસ્થિતિ ન હોત, તો શ્રેણિકાદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય? એક પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક જ ભવ બાકી રહ્યો એવું અલ્પસંસારીપણું થયું તે જ સ્વરૂપસ્થિતિરૂપ સમકિતનું બળ છે. (પૃ. ૫૩૨-૩)
એકેન્દ્રિયનું એકાવતારીપણું અપેક્ષાએ જાણવા યોગ્ય છે. (પૃ. ૩૫૩) એકાંત T સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. (પૃ. ૧૨૮) D વ્યાવહારિક કામથી જે વખત મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઈ આત્મદશા વિચારજો. (પૃ. ૧૨) 1 એકાંત જેવા યોગ વિના કેટલીક પ્રવૃત્તિનો રોધ કરવો બની શકે નહીં. (પૃ. ૪૭૧).
એકાંતિકપણે પ્રહવાનો સ્વછંદ જીવને વિશેષપણે હોય છે, અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતો