________________
८४
| ઉપયોગ (ચાલુ) D ઉપયોગ જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારનો છે. જીવને સર્વકાળ તે અનન્યભૂતપણે જાણવો.
મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે. કુમતિ, કુશ્વત અને વિભંગ એમ અજ્ઞાનના ત્રણ ભેદ છે. એ બધા જ્ઞાનોપયોગના ભેદ છે. ચક્ષુદર્શન, અચસુદર્શન, અવધિ દર્શન અને અવિનાશી અનંત એવું કેવળદર્શન એમ દર્શનોપયોગના
ચાર ભેદ છે. (પૃ. ૫૮૯). D તીર્થકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બે ઉપયોગ દિગંબરમત પ્રમાણે છે, શ્વેતાંબરમત
પ્રમાણે નથી. શ્વેતાંબર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઈએ, કારણ એક સમયે બે ઉપયોગ ન હોય; પણ દિગંબરની તેથી જુદી માન્યતા છે. (પૃ. ૭૮૩) ઉપયોગ બે પ્રકારે કહ્યા :- (૧) દ્રવ્યઉપયોગ. (૨) ભાવઉપયોગ. દ્રવ્યજીવ; ભાવજીવ. દ્રવ્યજીવ તે દ્રવ્ય મૂળ પદાર્થ છે. ભાવજીવ તે આત્માનો ઉપયોગ-ભાવ છે. ભાવજીવ એટલે આત્માનો ઉપયોગ જે પદાર્થમાં તાદાભ્યરૂપે પરિણામે તે રૂપ આત્મા કહીએ. જેમ ટોપી જોઈ, તેમાં ભાવજીવની બુદ્ધિ તાદાભ્યપણે પરિણમે તો ટોપીઆત્મા કહીએ. જેમ નદીનું પાણી તે દ્રવ્ય આત્મા છે. તેમાં ક્ષાર, ગંધક નાખીએ તો ગંધકનું પાણી કહેવાય. લૂણ નાંખીએ તો લૂણનું પાણી કહેવાય. જે પદાર્થનો સંજોગ થાય તે પદાર્થરૂપ પાણી કહેવાય. તેમ આત્માને જે સંજોગ મળે તેમાં તાદામ્યપણું થયે, તે જ આત્મા તે પદાર્થરૂપ થાય. તેને કર્મબંધની અનંત વર્ગણા બંધાય છે, અને તે અનંત સંસાર રઝળે છે. પોતાના ઉપયોગમાં, સ્વભાવમાં આત્મા રહે તો કર્મબંધ થતો નથી. (પૃ. ૬૯૮) પ્રવે કેવળજ્ઞાનીએ સિદ્ધાંતો પ્રરૂપ્યા તે “પરઉપયોગ” કે “સ્વઉપયોગ”? શાસ્ત્રમાં કહ્યું છે કે કેવળજ્ઞાની
સ્વઉપયોગમાં જ વર્તે. ઉ0 તીર્થંકર કોઈને ઉપદેશ દે તેથી કરી કાંઈ પરઉપયોગ” કહેવાય નહીં. પરઉપયોગ તેને કહેવાય
કે જે ઉપદેશ દેતાં રતિ, અરતિ, હર્ષ, અહંકાર થતાં હોય. જ્ઞાનીપુરુષને તો તાદાભ્યસંબંધ હોતો નથી, જેથી ઉપદેશ દેતાં રતિ, અરતિ ન થાય. રતિ, અરતિ થાય તે “પરઉપયોગ” કહેવાય. જો એમ હોય તો કેવળી લોકાલોક જાણે છે, દેખે છે તે પણ પરઉપયોગ કહેવાય. પણ તેમ નથી, કારણ
તેને વિષે રતિપણું, અરતિપણું નથી. (પૃ. ૬૮૪) ઉપયોગ, અપ્રમત્ત
જ્ઞાનીની આજ્ઞારૂપ જે જે ક્રિયા છે તે તે ક્રિયામાં તથારૂપપણે પ્રવર્તાય તો તે અપ્રમત્ત ઉપયોગ થવાનું મુખ્ય સાધન છે, એવા ભાવાર્થમાં આગલો કાગળ (પત્રાંક ૭૬૭) અત્રથી લખ્યો છે. તે જેમ જેમ વિશેષ વિચારવાનું થશે તેમ તેમ અપૂર્વ અર્થનો ઉપદેશ થશે. હમેશ અમુક શાસ્ત્રાધ્યાય કર્યા પછી તે કાગળ વિચારવાથી વધારે સ્પષ્ટ બોધ થવા યોગ્ય છે. (પૃ. ૬૦૨). ચરણાનુયોગમાં જ્ઞાનીએ અંતર્મુહૂર્ત આત્માનો અપ્રમત્ત ઉપયોગ માન્યો છે. (પૃ. ૭૮૫)