________________
વિવેકપર્વક યોગ્ય ઉપયોગ કરવાનો છે. સંકલ્પ પર વિજય એ સુખનું પ્રથમ પગથિયું છે.
તમારા સંકલ્પની છાપ તમારા ચહેરા પર પડી છે. સંકલ્પ એ જ મનુષ્ય ને દેવની વચ્ચે સંબંધ બાંધનાર પુલ જેવો છે. તમારું શરીર, તમારું કાર્ય, તમારું ઘર આ બધું માત્ર તમારા મનની અંદરના વિચારોનું જ પ્રતિબિંબ છે. સંકલ્પ એ વીજળિક બળ છે. શુભ સંકલ્પ એ પૂર્ણતાનું પ્રથમ પગથિયું છે. સંકલ્પ એ સાચી સમૃદ્ધિ છે. ૯. વિચારોને કેળવો ને બુદ્ધ બનો
તમારા મનમાંથી બધા બિનજરૂરી, નકામા અને પાપમય વિચારોને હાંકી કાઢો. નકામાં વિચારો તમારા આધ્યાત્મિક વિકાસને રૂંધે છે. તેઓ આધ્યાત્મિક પ્રગતિના માર્ગમાં પથ્થરરૂપ છે. જ્યારે તમે નકામાં વિચારોને પોષો છો ત્યારે તમે ઈશ્વરથી દૂર જાઓ છો. આવા વિચારોને બદલે દિવ્ય વિચારોને સ્થાન આપો. આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી વિકાસ સાધવા માટે ઉપયોગી સંકલ્પો એ સીડી રૂપ છે. મનને જૂની ટેવરૂપી ચીલે ચાલતાં અને સ્વચ્છંદીપણે ભટકતાં અટકાવો. બહુ સંભાળપૂર્વક આનું નિરીક્ષણ કરો.
બધા પ્રકારના હલકા, બિનઉપયોગી, અધમ, અશુદ્ધ સંકલ્પો, બધા જાતિ વિષયક સંકલ્પો, તેમજ ઈર્ષા, ધૃણા, સ્વાર્થ વગેરેના સંકલ્પોને તમારે આત્મનિરીક્ષણ દ્વારા દૂર કરવા જ પડશે. વિસંવાદીને વિરોધી એવા બધા વિનાશક વિચારોનો નાશ કરવો જ જોઈશે. તે માટે તમારે હંમેશાં શુદ્ધ, સારા, પ્રેમાળ, ભવ્ય ને દિવ્ય વિચારોને ઉત્તેજન આપવું જોઈએ. તમારો પ્રત્યેક વિચાર વિધાયક, સબળ, ચોક્કસ ને હકારાત્મક હોવો જોઈએ.
માટે સ્પષ્ટ ને સુરેખ છાપવાળો દરેક વિચાર-સંકલ્પ-કરો. તમારા પ્રત્યેક સંકલ્પથી બીજાને શાંતિ ને દિલાસો પ્રાપ્ત થવો જોઈએ. દુઃખ કે અસંતોષ તો જરા પણ ન થવાં જોઈએ. તો જ પૃથ્વી પર તમારું જીવન ધન્ય કહેવાય. તમે આ દુનિયા પર મહાન શક્તિ છો કારણ તમે અનેકને મદદ કરી શકો તેમ છો; હજારોને નીરોગી બનાવી શકો તેમ છો, અને ઈસુ ખ્રિસ્ત ને બુદ્ધની માફક અનેક માણસોને આધ્યાત્મિક માર્ગે વાળી ઉન્નત કરી શકો તેમ છો. જેવી રીતે તમે બગીચામાં મોગરો, ગુલાબ, કમળ, હોનોલુલુ વગેરે ફૂલ ઉછેરી શકો છો; તેવી જ રીતે તમારા અંતઃકરણરૂપી વિશાળ બગીચામાં તમારે પ્રેમ, દયા, ભલાઈ, પવિત્રતા વગેરના શાંત