________________
તમે કોઈ પણ એક વિષય પર વ્યવસ્થિત ને નિયમિત રીતે બે મિનિટ પણ વિચાર કરી શકતા નથી. આ બતાવે છે કે તમને માનસિક સ્તરમાં કામ કરતા સંકલ્પના નિયમોનું જ્ઞાન નથી.
દરેકના મનની અંદર સંપૂર્ણ અંધાધૂધી ચાલી રહેલી જોવામાં આવે છે. કેમ કે વિષયી સંકલ્પો ધક્કામુક્કી કરે છે અને આગળ આવે છે. ચક્ષુ ઇન્દ્રિય, જેને સુંદર દશ્યો ને પદાર્થો જોવાની આકાંક્ષા છે તે પોતાના જ વિષયના સંકલ્પો આગળ ધકેલવાનો પ્રયાસ કરે છે. કણેન્દ્રિય હલકાં કામ, વેરઝેર, તિરસ્કાર, ઈર્ષા ને ભયના જ વિચારોને પ્રાધાન્ય આપે છે. આમ, બધી ઇન્દ્રિયો એક ક્ષણને માટે પણ એકેય ભવ્ય, દિવ્ય વિચારને પ્રવેશવા માટે સમય જ આપતી નથી. આમ, મનુષ્યોમાં મન ને તેની શક્તિઓ વિષયોને રસ્તે જ વહન કરે છે. ૭. વિચારોનું યુદ્ધ | વિચારશુદ્ધિના પ્રયાસની શરૂઆતમાં જ શુદ્ધ અને અશુદ્ધ સંકલ્પ વચ્ચે યુદ્ધ શરૂ થાય છે. અશુદ્ધ સંકલ્પ મનરૂપી કારખાનામાં વારંવાર પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. તે હુકમ કરે છે કે ““હે શુદ્ર માનવી ! તે મને પ્રથમથી જ આશ્રય આપ્યો છે. તે અગાઉ મને આવકાર આપી મારું હાર્દિક સ્વાગત કર્યું હતું. આથી તારા મનના પ્રેરણાધીન નીચલા વિષય સ્તરમાં રહેવાનો મને દરેક પ્રકારનો હક છે. તું મારા પ્રત્યે આટલો બધો ક્રૂર શા માટે થાય છે? મેં જ તને રેસ્ટોરાં ને હોટલ, સિનેમા ને નાટક, નાચપાર્ટી ને દારૂના પીઠાનો આનંદ માણવાને માટે પ્રેરણા આપી છે. આમ, મારા દ્વારા જ તને અનેકવિધ આનંદની મઝા મળી છે. હવે તું મારા પ્રત્યે શા માટે કૃતજ્ઞી બન્યો છે ? હું દઢતાપૂર્વક ટકી રહી તારી સામે થઈ વારંવાર મારી મુલાકાત આપીશ.તારાથી બને તે કરી લે. જૂની ટેવને વશ થઈ તું હાલ તદ્દન નિર્બળ બની ગયો છે, અને તારામાં હવે સામા થવાની તાકાત રહી નથી.” આમ, તે દલીલ કરે છે, પણ અંતમાં તો શુદ્ધ વિચારોનો જ વિજય નિશ્ચિત છે. રજસ અને તમસ કરતાં સત્ત્વ વધારે શક્તિશાળી છે. હકારાત્મક વિચારો હંમેશાં નકારાત્મક વિચારો પર વિજય મેળવવાના જ. ૮. શુભ સંકલ્પ એ જ પૂર્ણતાનું પ્રવેશદ્વાર
સંકલ્પ એ આજ્ઞાંકિત સેવક છે. તે સરળ સાધન પણ છે. તેનો તમારે