________________
યાદ રાખો કે પાપી સંકલ્પ એ જ વ્યભિચારાદિ દોષોનું મૂળ છે. આવો દુષ્ટ સંકલ્પ અઠવાડિયામાં ત્રણ વારને બદલે મહિનામાં એક જ વાર દાખલ થાય તો સમજવું કે તે પ્રગતિનું ચિહ્ન છે. તે બતાવે છે કે તમારી ઇચ્છાશક્તિ અને આધ્યાત્મિક શક્તિ પણ વધ્યાં છે. માટે હંમેશાં આનંદમાં રહો અને તમારા આધ્યાત્મિક વિકાસની નોંધપોથી રાખો. ૩. ચીગિક પદ્ધતિથી સંકલ્પશુદ્ધિ દ્વારા આત્મવિકાસ
યૌગિક સાધનામાં સાધકને સૂક્ષ્મ અંતસ્તરમાં જે પારભૌમિક સ્થિતિનો અનુભવ થાય છે, તેને ઘણા લોકો શંકાની દૃષ્ટિથી જુએ છે અને માત્ર પીરસ્ય જાદુ તરીકે માને છે. યોગ એ કંઈ તરંગી કે અપ્રાકૃતિક શાસ્ત્ર નથી. મનુષ્યની અંતર્ગત સર્વ શક્તિઓનો સપ્રમાણ વિકાસ કરવો એ જ તેનું ધ્યેય છે. તેને અમલમાં મૂકવાથી દિનપ્રતિદિન પ્રગતિ કરી દુનિયાના બધા લોકો પોતાનું જીવન વધારે સારું ને સુખી બનાવી શકે છે. આ સિદ્ધિ તે નૈિસર્ગિક પદ્ધતિ છે.
યોગની બધી પ્રક્રિયાઓના પાયામાં નૈતિક કેળવણી અને આધ્યાત્મિક પૂર્ણતા રહેલાં છે. દુર્ગુણોનો સંપૂર્ણ નાશ અને મૂળભૂત સદ્ગણોનો વિકાસ એ યોગરૂપી નિસરણીનું પહેલું પગથિયું છે. દઢ, સુંદર ટેવો અને તેના નિયમિત આચરણ દ્વારા પ્રકૃતિને શિસ્તબદ્ધ બનાવી ચારિત્ર્યના સુદઢ ને સ્થિર પાયા પર યોગરૂપી ઈમારતનું ચણતર કરવામાં આવે છે. ૪. પ્રતિપક્ષ ભાવના દ્વારા વિચારશુદ્ધિ
ખરાબ વિચારોને નિર્મૂળ કરવાને માટે શુભ વિચારોની પ્રતિપક્ષ ભાવના એ શ્રેષ્ઠ, સહેલો ને અસરકારક ઉપાય છે. તમારા મનરૂપી બગીચામાં દયા, પ્રેમ, પવિત્રતા, ક્ષમા, પ્રમાણિકતા, ઉદારતા અને નમ્રતારૂપી ઉદાત્ત સદ્ગણોને રોપીને ઉછેરો. આથી તિરસ્કાર, કામ, ક્રોધ, લોભ, અભિમાનરૂપી નિષેધાત્મક દુર્ગુણો પોતાના મેળે નાશ પામશે.
નિષેધાત્મક વિચારો પર સીધો હુમલો કરી તેને નાશ કરવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. આથી તમારી ઇચ્છાશક્તિ ઉપર વધારે પડતો બોજો આવી પડશે અને તમારી શક્તિનો દુર્વ્યય થશે.